પીરાણા અગ્નિકાંડમાં માતા-પિતા ગુમાવનાર 7 વર્ષનાં બાળકની દિલ ધ્રૂજાવનારી કહાની સાંભળીને આંખમાંથી આંસુ સરી પડશે

અમદાવાદ પીરાણા અગ્નિકાંડે 12 વ્યક્તિઓનાં પરિવારજનોનાં જીવન અસ્તવ્યસ્ત કરી દીધા છે. તેવામાં પીરાણા અગ્નિકાંડની દિલને હચમચાવી દે તેવી ઈમોશનલ વાત સામે આવી છે. પીરાણા અગ્નિકાંડમાં માથુર અને એન્જિલના (પતિ-પત્ની)નાં મોત નિપજ્યાં છે. અને તેઓનાં બે બાળકો હવે નોંધારા બન્યા છે. 7મી નવેમ્બરે નાના દીકરાની બર્થ ડે માટે તેઓ ગિફ્ટ લઈને પણ આવ્યા હતા. પણ હવે ગિફ્ટ લાવનાર માતા-પિતાનો છાયો જ આ બાળકો પરથી ઉઠી ગયો છે. મજૂરી કરી પેટિયું રળતાં આ બાળકોનું શું ભવિષ્ય હશે તેની ચિંતા હવે સ્વજનોને સતાવી રહી છે.

પીરાણામાં ગેરકાયદે કેમિકલ ફેક્ટરી ચલાવી ફેક્ટરી માલિકે ગાડી-બંગલા તો ખરીદી લીધા હશે. પણ તેના આ ગેરકાયદે કામને કારણે આજે 12 શ્રમિકોનાં પરિવારને હાડમારી ભોગાવવાનો વારો આવ્યો છે. મજૂરી કરીને પેટિયું રળતાં 12 મૃતકોનાં પરિવારજનો માટે આ દુર્ઘટનાએ તેમનું બધું છીનવી લીધું છે. ખાસ કરીને 7 વર્ષના એલેક્સ માટે.

7 વર્ષનો એલેક્સ પોતાની પિતા માથુરભાઈ, માતા એન્જેલિના અને મોટી બહેન સાથે નારોલની કોજી હોટલ નજીક રાણીવાળામાં રહે છે. માથુરભાઈ અને એન્જેલિના બ્લાસ્ટ થયો તે જગ્યાએ પાસેના ગોડાઉનમાં કામ કરે છે. 7 નવેમ્બરે એલેક્સનો બર્થ ડે પણ હતો. બંને જણા ભલે મજૂરી કરીને નાની રકમની નોકરી કરતા હતા. પણ તેઓ હંમેશા પોતાના બાળકોની ખુશી માટે શક્ય તેટલાં તમામ પ્રયાસો કરતાં હતા. એલેક્સના બર્થ ડે માટે પણ તેઓએ ખાસ પ્લાનિંગ કર્યું હતું. 7 નવેમ્બરે બર્થ ડે હોય તેઓએ એલેક્સ માટે પરસેવાની કમાણી બચાવી તેના માટે નાની એવી ગિફ્ટ લાવ્યા હતા. જે એલેક્સને અપાર ખુશીઓ આપવાની હતી.

પણ બુધવારે કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટમાં એલેક્સના પરિવારના તમામ સપનાઓ ચકનાચૂર કરી લીધા. ગેરકાયદે ફેક્ટરી ચલાવનાર વ્યક્તિને કારણે એલેક્સનો પરિવાર વેરવિખેર થઈ ગયો. માથુર અને એન્જેલિનાનું આ દુર્ઘટનામાં મોત થયું. ખુશીઓની આશા સેવતો પરિવાર આજે પડી ભાંગ્યો. હવે 2 દિવસ બાદ એલેક્સ માટે લાવેલી ગિફ્ટ તો ઘરમાં છે. પણ તેને આપનાર માતા પિતા હવે એલેક્સ પાસે નથી.

7 વર્ષના એલેક્સનું હવે ભવિષ્ય શું હશે. તેના માતા પિતાએ એલેક્સ માટે કેટલાં સપનાંઓ જોયા હશે. એ સપનાંઓને પૂરા કરવા માટે તેઓ મજૂરી કામે જતાં હતા. પણ પૈસા કમાવવાની લાલચ ધરાવતાં ફેક્ટરીમાલિકે તમામ લોકોનાં જીવન બરબાદ કરી દીધા. પોતે ગાડી-બંગલા લઈ લીધા હશે. પણ આ ગરીબ પરિવારોનું શું. એક 7 વર્ષના નાના બાળકની જિંદગી બરબાદ થઈ ગઈ તેનું શું.

અમદાવાદના મેયર બિજલ પટેલ આ ઘટનાને સામાન્ય ગણાવે છે. 7 વર્ષના માસુમની જિંદગી બરબાદ થવી એક સામાન્ય ઘટના છે. સીએમ રૂપાણીએ 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. પણ 4 લાખ રૂપિયામાં એલેક્સ અને તેની મોટી બહેનનું જીવન ચાલી જશે. ચાર લાખ રૂપિયામાં તેઓ ભણી ગણી મોટા થઈ શકશે. સવાલ અનેક છે. પણ ખેર છોડો, આ તો એક સામાન્ય ઘટના છે.

તંત્ર શું કરતું હતું. ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમી રહી છે. નિર્દોષોનાં જીવ લઈ રહી છે. સરકારી બાબુઓ પોતાની એસી કેબિનમાં બેસી આરામ ફરમાવવા સિવાય શું કરતા હતા. કેમ કોઈએ ફેક્ટરી કે ગોડાઈનમાં ઈન્સ્પેક્શન ન કર્યું. પહેલેથી જ ગેરકાયદે કેમિકલ ફેક્ટરીને બંધ કરી દીધી હોત તો આજે આ દિવસ ન જોવા પડત. આ દુર્ઘટનામાં સરકારી બાબુઓ પણ તેટલાં જ જવાબદાર છે. અને તેઓની સામે પણ એકાદ કેસ તો થવો જ જોઈએ. જો ફેક્ટરી માલિક સહિત 3 લોકો સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધાય તો સરકારી બાબુઓની બેદરકારી સામે કયો ગુનો નોંધાવો જોઈએ?

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો