ફી ભરસો તો જ ઓનલાઇન શિક્ષણ સામે રોષ: સ્કૂલ સંચાલકોના નિર્ણયથી વાલીઓમાં આક્રોશ, શાળામાં કંઈ પણ ખર્ચ થતો નથી તો ફી શેની?

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, 15 ડિસેમ્બર પહેલા જે વાલી ફી નહીં ભરે તેના સંતાનોને ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજકોટના વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. વાલીઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, શિક્ષણમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવી જરૂરી છે. આ તો વાલીઓને દબાવવાનો પ્રયાસ છે. શાળામાં કંઈ પણ ખર્ચ થતો નથી તો ફી શેની? શાળા સંચાલકોની મનમાનીથી અમારા સંતાનોના અભ્યાસમાં ખલેલ પહોંચી રહી છે. શાળા સંચાલકોની આ દાદાગીરી છે અને એક પ્રકારની ધમકી ગણો તો પણ કહી શકાય.

મધ્યમ વર્ગ સાવ પીસાય ગયો છે અને સરકારે ધ્યાન દોરવું જોઈએઃ વાલી
રાજકોટના વાલી મનિષભાઈ વાજાએ જણાવ્યું હતું કે, આ જે નિર્ણય લીધો છે તે સરકારના જ નિર્ણયના વિરોધમાં છે. સ્કૂલ સંચાલકો પોતાની મનમાની ચલાવે છે. પહેલા સરકારે નક્કી કર્યુ હતું કે, ફી 50 ટકા જ લેવામાં આવશે અને બાદમાં 25 ટકા ફી નક્કી કરવામાં આવી. પરંતુ હવે સ્કૂલવાળા દબાવે છે કે, ઓનલાઈન ભણવું હોય તો ફી ભરવી પડશે. મારે બે બાળક છે એક એલકેજીમાં અને એક ત્રીજા ધોરણમાં ભણે છે. આ નિર્ણય વચ્ચે સરકારે વચ્ચે આવવું જોઈએ. આમાં મધ્યમ વર્ગ સાવ પીસાય ગયો છે. આમાં શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારે ધ્યાન દોરવું જોઈએ કે, મધ્યમ વર્ગના લોકો પર કંઈક રાહત રાખો. સાવ આવી રીતે શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવી ફી વસુલી રહ્યાં છે. ફી ન ભરે તો ધમકી આપે કે તમારા બાળકનું વર્ષ બગડશે.

બે બાળકોની ઓનલાઈન અભ્યાસ માટે 60થી 70 હજાર ફી કંઈ રીતે ભરી શકુંઃ વાલી

રાજકોટના વાલી સંજયભાઈ કાચાએ જણાવ્યું હતું કે, મારું બાળક પણ સ્કૂલમાં અભ્યાસ કરે છે. શાળા સંચાલકોની દાદાગીરી છે અને સરકારે વચ્ચે આવી આમાં સ્પષ્ટતા કરવી જરૂરી છે. નાનો માણસ બે વિદ્યાર્થીની ઓનલાઇન માટે 60થી 70 હજાર ફી કંઈ રીતે ભરી શકે. એક બાળકની 30થી 40 હજાર ફી હોય છે. નાનો માણસ કંઈ રીતે ભરી શકે. માત્ર ઓનલાઇન માટે આવડી મોટી ફી એ ક્યાંનો ન્યાય છે? શાળાઓમાં કોઈ લાઈટ, પંખા તો ફરતા નથી. મેઈન્ટેનન્સ આવતું નથી છતાં ઓનલાઈન માટે ફી શેની ? અમે ઘરે મોબાઈલ અને નેટ તો વાપરીએ છીએ. શાળા સંચાલકોની દાદાગીરી છે અને સરકારે વચ્ચે આવવું જ જોઈએ.

શાળા સંચાલકોની મનામાનીથી અમારા સંતાનોનો અભ્યાસ બગડે છેઃ વાલી
હેતલબેન રાદડિયા નામના વાલીએ જણાવ્યું હતું કે, મારી ભત્રીજી ધો.11માં રાજકોટની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. હાલ કોરોનાની માહામારી ચાલી રહી તો ધંધો પણ બરાબર ચાલી રહ્યો નથી. સ્કૂલ ચાલુ થઈ નથી અને સંચાલક ફી માગે છે. આજે સ્વનિર્ભર શાળા સંચાલકોએ જે વાલી ફી ન ભરે તેના સંતાનોને ડિસેમ્બર મહિનામાં ઓનલાઈન અભ્યાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. શાળા સંચાલક મંડળ જ નિર્ણય લેશે તો સરકાર આમાં શું કરશે. અમારા સંતાનોના ભવિષ્યનું શું? શાળા સંચાલકો પોતાની મનામાની કરી રહ્યા છે અને બીજી તરફ આમારા સંતાનોના અભ્યાસમાં ખલેલ પહોંચે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો