લ્યો..બોલો.. રેલવે પાર્સલમાંથી 60 લાખના વાળની ચોરી: એક કિલોની કિંમત રૂ. 5 હજાર, વેપારી બોલ્યા- વર્ષોની મહેનત પાણીમાં; માર્કેટમાં ગુજરાતીઓના વાળની ડિમાન્ડ સૌથી વધુ

ઈન્દોરમાં વાળની ચોરી થઈ હોવાની અનોખી ઘટના સામે આવી છે. ઈન્દોરથી હાવડા જતી ટ્રેનમાંથી 10 ક્વિન્ટલથી વધુના વાળની ચોરી થઈ છે. ચોરી થયેલા વાળની કિંમત આશરે રૂ.60 લાખથી પણ વધુ હતી. જોકે આ કેસ અંતર્ગત કોઈ ફરિયાદ કે FIR નોંધવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્રના ફેરિયાઓ FIR નોંધાવવા માટે RPFના ધક્કા ખાઈ રહ્યા છે.

ફેરિયાઓ એક કિલો વાળને ઓછામાં ઓછા રૂ. 5 હજારની કિંમતે વેચતા હોય છે. તેઓ શેરી-શેરી ફરીને વાળ એકત્રિત કરતા હોય છે. આ તમામ વાળનો ઉપયોગ વિગ બનાવવામાં થાય છે, પરંતુ આને એકત્રિત કરવા માટે પણ ઘણા માપદંડોને અનુસરવા પડે છે, જેમ કે…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસે FIR નોંધવાની ના પાડી
વાળ એકત્રિત કરીને આવેલા ફેરિયાઓ પૈકી સુનીલે કહ્યું હતું કે મહારાષ્ટ્રના 150થી વધુ લોકો ઈન્દોર સહિત આસપાસના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને વાળ એકઠા કરે છે. તે 10 ગ્રામ વાળને 20 રૂપિયા સુધી વેચે છે. 6 જુલાઈ 2021ના ​​દિવસે ઈન્દોર રેલવે સ્ટેશનથી કોલકાતા-હાવડા માટે 22 બોરી વાળ બુક કરાવ્યા હતા, જેનો ઓર્ડર નંબર (પાવતીનો) 63498 હતો.

જેમાંથી અમને માત્ર 3 બોરી સમયસર હાવડા બાજુ મળી હતી, જ્યારે 19 બોરીની ચોરી થઈ ગઈ હતી. ત્યાર પછી સુનીલ અને તેના મિત્રો FIR નોંધાવવા માટે ઇન્દોર પહોંચ્યા, પરંતુ પોલીસે કેસ નોંધવાની ના પાડી. તેમણે કહ્યું હતું કે બિલમાં બનાવટી વાળનો ઉલ્લેખ કરાયો છે અને કિંમત પણ ઓછી નોંધવામાં આવી છે.

ખરેલા વાળનો કેવી રીતે વેપાર થાય છે? જાણો….
પહેલો સ્ટેજ-

  • ફેરિયાઓએ ઘરે-ઘરે જઈને વાળ એકત્રિત કરવા પડે છે.
  • વાળની લંબાઈ ઓછામાં ઓછી 8 ઇંચ સુધીની હોવી જોઇએ.
  • ક્લોલિટીના માપદંડથી જોવા જઇએ તો 10 ગ્રામ વાળની કિંમત 20 રૂપિયા સુધી અપાય છે.

બીજો સ્ટેજ-

  • વાળને એક જગ્યાએ એકત્રિત કરીને ક્વોલિટી પ્રમાણે છાંટવામાં આવે છે.
  • ત્યાર પછી બોરીમાં ભરીને ટ્રેન દ્વારા પશ્ચિમ બંગાળના હાવડા મોકલાય છે.
  • એક કિલો વાળની ગુણવત્તાના આધારે લગભગ 5 હજાર રૂપિયા સુધીમાં વેચાય છે.

ત્રીજો સ્ટેજ-

  • કોલકાતાથી 90% વાળ વિગ બનાવવા માટે મોકલાય છે.
  • 10% વાળની વિગ કોલકાતામાં જ બનાવાય છે.

એક વર્ષની મહેનત બાદ ચોરી, ખાવા-પીવાનાં પણ ફાંફાં
સુનીલે કહ્યું હતું કે અમે ઘણાં વર્ષોથી વાળને હાવડા મોકલવાનું કામ કરી રહ્યા છીએ, પરંતુ આ વખતે રેલવેના પાર્સલ વિભાગની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસ પણ અમારી મદદ કરી રહી નથી. 22 બોરીઓમાં 1000 કિલોથી વધુ વાળ હતા. આ અમારી એક વર્ષની કમાણી હતી, જે ધોવાઈ ગઈ છે.

વાળના આ વ્યવસાયમાં ઇન્દોર અને નજીકના વિસ્તારોમાં 150થી વધુ લોકો સક્રિય છે. દરેક શખસ શેરીમાં ભ્રમણ કરીને વાળ ખરીદે છે. તેઓ વાળને બદલે રોકડ આપે છે. આને કારણે તેમની મૂડી પણ સમાપ્ત થઈ ગઈ છે. આ લોકોને ખાવા-પીવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અહીં ઇન્દોર RPFનાં પ્રભારી હરીશ કુમાર કહે છે કે અમે કોલકાતાના હાવડા પાર્સલ વિભાગનો સંપર્ક કર્યો છે. જો અમને હાવડામાં વાળની ​​કોથળીઓ ન મળવાની માહિતી મળશે તો કેસ નોંધવામાં આવશે.

ગુજરાતા વાળ સૌથી સુંદર અને રેશમી, MPના સૌથી ડ્રાય
વેપારી મોહમ્મદ હસને કહ્યું હતું કે મધ્યપ્રદેશથી અત્યારે 5થી 6% વાળનો જથ્થો જ આવી રહ્યો છે. અહીંના વાળની ગુણવત્તા પણ એટલી ખાસ નથી. એ સાવ ડ્રાય અને નબળા હોય છે. જો માર્કેટમાં વાળની માગને જોવા જઇએ તો ગુજરાતના વાળની બોલબાલા છે. ગુજરાતીઓના વાળ ઘટાદાર, રેશમી અને મજબૂત હોય છે, પરંતુ અત્યારે કોરોના મહામારીના આ વ્યવસાયમાં મંદી છવાયેલી છે. એક અનુમાનના આધારે જાણવા મળ્યું હતું કે સમગ્ર મધ્યપ્રદેશમાં પ્રત્યેક વર્ષે 50 કરોડ રૂપિયાના વાળનો ધંધો કરવામાં આવે છે.

વાળનો વ્યવસાય પણ સમય સાથે બદલાયો
કોલકાતા સ્થિત ઉદ્યોગપતિ મોહમ્મદ હસને કહ્યું હતું કે મધ્યપ્રદેશ સિવાય બિહાર અને રાજસ્થાનથી પણ વાળનો સારોએવો જથ્થો મળી રહે છે. કોલકાતાથી 90% વાળ ચીન મોકલવામાં આવે છે. પહેલાં ફેરિયાઓ વાળને બદલે પિન અથવા ટોફી જેવી વસ્તુઓ સામેની પાર્ટીને આપતા હતા, પરંતુ હવે શહેરોમાં લોકો વાળના બદલામાં ફક્ત પૈસા લે છે. જોકે આજે પણ ગામમાં કોઈપણ ચીજ વસ્તુને બદલે વાળ આપી દે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો