રેમડેસિવીરની શીશીમાં ભર્યું હતું પેરાસિટામોલ, ઈંજેક્શન લીધા બાદ દર્દીનું થયું મોત, 4 લોકોની ધરપકડ કરાઈ

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે સૌથી વધારે રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની કાળા બજારીથી લઈને નકલી રેમડેસિવીર બનાવવાના સમાચાર આપણી સામે સતત આવતા રહે છે. એવી જ એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં કેટલાક લોકો પૈસાની લાલચમાં નકલી દવાઓ વેચી રહ્યા હતા. એ દવાઓ લીધા બાદ એક દર્દીનું મોત થઈ ગયું. પોલીસે 4 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ઘટના મહારાષ્ટ્રના બારામતીની છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અહીં ગોરડ હૉસ્પિટલમાં સારવાર કરાવી રહેલા સ્વપ્નિલ જાધવ (રહે. ફલટન, સતરા જિલ્લો)ને નકલી રેમડેસિવીર ઇન્જેકશન આપવામાં આવ્યું, જેના કારણે તેનું મોત થઈ ગયું. હૉસ્પિટલના ડૉક્ટર ગોરડે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ આરોપીઓ વિરુદ્ધ ગુપ્ત જાણકારી પણ મળી હતી. એક રિપોર્ટ મુજબ, આરોપી હૉસ્પિટલમાંથી રેમડેસિવીરની ખાલી શીશીઓ એકત્ર કરતા હતા. ત્યારબાદ તેઓ તેમાં પેરાસિટામોલનું પાણી ભરી દેતા હતા, ત્યારબાદ રેમડેસિવીરનું પેકિંગ કરીને દર્દીઓને વધારે ભાવમાં વેચતા હતા.

ઉલ્લેખનીય છે કે, આરોપીઓમાં એક આરોપી સ્વાસ્થ્ય વીમા માટે કામ કરતો હતો. ઘણા કોરોનાના દર્દીઓના સંબંધી આ ઇન્જેકશન બાબતે પૂછપરછ કરી રહ્યા હતા. જેના કારણે તેને નકલી દવા વેચીને પૈસા કમાવાનો આઇડિયા આવ્યો. તેણે વધુ 3 લોકોને ભેગા કરીને કામ શરૂ કર્યું. આ લોકો દર્દીઓને 35 હજાર રૂપિયામાં એક ઈન્જેશન વેચતા હતા. આરોપીઓનું નામ દિલીપ જ્ઞાનદેવ ગાયકવાડ, સંદીપ સંજય ગાયકવાડ ભીગવાન, પ્રશાંત સિદ્ધેશ્વર ધરત અને શંકર દાદા છે.

હવે પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, આ લોકોએ વધુ કેટલા દર્દીઓને આ નકલી ઇન્જેકશન આપ્યા હતા. તેમની ગેંગમાં કેટલાક વધુ લોકો સામેલ છે કે નહીં. અતિરિક્ત પોલીસ અધિક્ષક મિલિન્દ મોહિતે જણાવ્યું હતું કે, પોલીસ તેમાં સામેલ બધા લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરશે. બરામતી મંડલના પોલીસ ઉપાધિક્ષક નારાયણ શિરગાંવકરે કહ્યું હતું કે, અમે 4 લોકોની IPC, આવશ્યક વસ્તુ અધિનિયમ, ઔષધિ અને પ્રસાધન સામગ્રી અધિનિયમ અને ઔષધિ (મૂલ્ય નિયંત્રણ) અધિનિયમ સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, રેમડેસિવીરની કાળા બજારી બાબતે જાણકારી મળ્યા બાદ આરોપીઓને પકડવા માટે ગ્રાહકને મોકલવામાં આવ્યો હતો. તેને નકલી રેમડેસિવીર વેચનારા બે વ્યક્તિઓની બારામતી MIDC વિસ્તારમાંથી ધરપકડ કરી છે. તેની ઓળખ પ્રશાંત ધરત અને શંકર ભિસના રૂપમાં કરવામાં આવી છે. તેમની પૂછપરછ બાદ દિલીપ ગાયકવાડ અને સંદીપ ગાયકવાડની ધરપકડ થઈ. આરોપીઓના કબ્જામાંથી 2 નકલી રેમડેસિવીર શીશીઓ જપ્ત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો