સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વગર પિતાની છત્રછાયા ગુમાવેલી 135 દીકરીઓને પાનેતર ઓઢાડી આપી વિદાય

સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં ધર્મ અને જ્ઞાતિના ભેદભાવ વગર પિતાની છત્રછાયા ગુમાવેલી 135 દીકરીઓને પાનેતર ઓઢાડીને વિદાય આપી હતી. અનેક મહાનુભાવોની હાજરીમાં વિવિધ જ્ઞાતિની દીકરીને વળાવવામાં આવી હતી. આયોજક મહેશ સવાણીએ જણાવ્યું કે, લગ્નોત્સવ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. હું મારી મુસ્લિમ દીકરીઓને અસ્સલામ વાલેકુમ મેસેજ મોકલું છું. તો તેઓ મને જયરામદેવપીર મોકલે છે.

પાનેતર લગ્નોત્સવ અબ્રામા પી.પી. સવાણી ચેતન્ય વિદ્યાસંકુલમાં યોજાયો હતો. પિતાની છત્રછાયા ગુમાવનાર 135 દીકરીઓને શનિવારે પાનેતર ઓઢાડીને અશ્રુભીની વિદાય આપવામાં આવી હતી. લગ્નોત્સવમાં 5 મુસ્લિમ દીકરીઓનાં નિકાહ કરાવવામાં આવ્યા હતા. લગ્નોત્સવમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, વનમંત્રી ગણપત વસાવા, મેયર જગદીશ પટેલ સહિતનાં મહાનુબાવો ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ગુજરાતમાં બે સ્થળે સામાજિક સમરસતાના કાર્યક્રમ એકસાથે ચાલે છે. ઊંઝામાં લક્ષચંડી યજ્ઞમાં દરેક જ્ઞાતિનાં લોકો પૂજામાં બેઠા છે. જ્યારે સુરતમાં આયોજિત પાનેતર લગ્નોત્સવમાં જ્ઞાતિ, જાતિ, ધર્મનો ભેદભાવ કરવામાં આવતો નથી. સમાજમાં થતાં અન્ય સમૂહ લગ્નો ત્રણ કલાકમાં પૂર્ણ થાય છે. બાદમાં આયોજકો દીકરીઓને યાદ કરતાં નથી. જ્યારે મહેશભાઈ પિતાવિહોણી દીકરી માટે આજીવન પિતાની ગરજ સારે છે. તે દીકરીનાં તમામ સુખદુખના પ્રસંગમાં હાજર રહે છે.

મંદીના વાતાવરણમાં વલ્લભભાઈએ ટેકો આપ્યોઃ મહેશ સવાણી

મહેશ સવાણીએ જણાવ્યું કે, મંદીના માહોલના કારણે અમે આ વર્ષે 100-125 લગ્ન કરવાનું આયોજન હતું. પરંતુ કિરણ જેમ્સનાં વલ્લભભાઈએ મને હિંમત આપીને જણાવ્યું કે, આર્થિક મદદ માટે હું ઊભો છું. લાખાણી પરિવારે આર્થિક સહયોગ કરતાં 271 લગ્નોનું આયોજન થઈ શક્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો