રાજકોટમાં તૈયાર થઇ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ, CMના હસ્તે થયું ઉદઘાટન, 10 રૂપિયામાં બ્લડ, 20 રૂપિયામાં યુરિન અને 800 રૂપિયામાં ફુલ બોડી ચેક-અપ થશે

કોઈપણ મધ્યમ વર્ગની વ્યક્તિને બીમારી લાગુ પડે ત્યારે સૌથી મોટી ચિંતા હોસ્પિટલના બિલની હોય છે. ત્યારે રાજકોટમાં એક એવી હોસ્પિટલ તૈયાર થઇ છે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ છે. રાજકોટમાં 146 વર્ષ જૂના પંચનાથ મંદિરમાં રાહત દરે હોસ્પિટલનું ઉદઘાટન CM રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ટોકન દરે લેબોરેટરીથી લઇને અતિ આધુનિક સર્જરી થશે. અહીં 10 રૂપિયામાં બ્લડ, 20 રૂપિયામાં યુરિન ટેસ્ટથી લઈને 800 રૂપિયામાં ફુલ બોડી ચેક-એપ કરી આપવામાં આવશે.

પંચનાથ હોસ્પિટલમાં રાહત દરે રિપોર્ટ
રિપોર્ટ ભાવ
બ્લડ શુગર 20
યુરિન રુટિન 20
કિડનીની તપાસ 150
લિવરની તપાસ 250
થાયરોઇડની તપાસ 300
ઇસીજી 130
એક્સ-રે 200
સોનોગ્રાફી 300
ફુલ બોડી તપાસ 800

શહેરના નામાંકિત ડોક્ટરો સેવા આપશે

પંચનાથ હોસ્પિટલમાં આ તમામ સુવિધાઓ શરૂ થવા જઇ રહી છે. છેલ્લાં ઘણાં વર્ષોથી સામાન્ય માણસને અનુકૂળ આવે એ રીતે લોકોની સારવાર કરતું હતું. હવે આ સંસ્થાએ અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનો શુભારંભ કર્યો છે. અહીં આઇસીયુ અને ઓપરેશન થિયેટરથી સજ્જ આધુનિક હોસ્પિટલના રાજકોટના નામાંકિત ડોક્ટરો સેવા આપશે.

શિવ મંદિરમાં આવેલી આધુનિક હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરાશે- CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જીવ અને શિવના સંગમ સમા આ શિવ મંદિરમાં આવેલી આધુનિક હોસ્પિટલમાં દર્દીઓની સેવા પણ કરાશે. આજના સમયમાં મેડિકલ સારવાર ખૂબ ખર્ચાળ નીવડે છે, ત્યારે રાહત–નજીવા દરે આ હોસ્પિટલ દર્દીઓનો ઈલાજ કરશે. પંચનાથ હોસ્પિટલ એ ભક્તો માટે આસ્થાનું અને દર્દીઓ માટે સારવાર બંનેનું કેન્દ્ર બની છે. એ આનંદની વાત છે કે પંચનાથ ટ્રસ્ટને અનેક દાતાઓ -સેવાભાવીઓ મળ્યા છે, જેના થકી હોસ્પિટલનું આધુનિક બિલ્ડીંગ બની શકયુ છે. હોસ્પિટલનું મિશન સાથે ઉત્તમ રીતે સંચાલન થઈ રહ્યું છે. આ માટે પંચનાથ ટ્રસ્ટના સંચાલકોને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા હતા.

કેવી રહેશે સુવિધા ?

  • 50 બેડની સુવિધાઓથી સજ્જ
  • એ.સી. જનરલ વોર્ડ
  • આધુનિક વેન્ટિલેટર સાથેનું આઇસીયુ
  • લેટેસ્ટ બેડની વ્યવસ્થા
  • એન્ટી બેક્ટેરિયા ઓપરેશન થિયેટર વિથ સર્જિકલ ઇક્વિમેન્ટ

અત્યારે પંચનાથની જૂની હોસ્પિટલમાં માત્ર 10 રૂપિયામાં સામાન્ય રોગની સારવાર આપવામાં આવે છે, સાથે એક સપ્તાહની દવા પણ આપવામાં આવે છે, જે સુવિધા ચાલુ જ રહેશે. જટિલ બીમારીની સારવાર પણ માત્ર 40 ટકા ખર્ચમાં થશે, જે કદાચ માત્ર ટોકન દર હશે. લોકો પણ માની રહ્યા છે કે આ હોસ્પિટલના નિર્માણથી ગરીબ લોકોને ફાયદો થશે. મહત્ત્વનું છે કે જ્યારે પણ કોઇ વ્યક્તિ બીમાર પડતી હોય છે ત્યારે તેની સારવાર માટે જે-તે વ્યક્તિની મરણમૂડી પૂરી થઇ જતી હોય છે. ત્યારે રાજકોટની પંચનાથ હોસ્પિટલનું નિર્માણ અને એના આધુનિકીકરણ ગરીબ અને મધ્યમવર્ગ માટે જરૂર આશીર્વાદરૂપ બનશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો