ભાજપના નેતાના પુત્રના લગ્નમાં કોરોનાના નિયમોના લીરેલીરા ઉડ્યાં, 50 ના બદલે 500 લોકો સાથે તાયફો આદરી રૂપાણી સરકારને ગાલે તમાચો માર્યો

ગુજરાતમાં કોરોના વાયરસની ભયંકર સ્થિતિ છે. રાજ્યની ભાગ્યે જ કોઈ એવી હોસ્પિટલ નથી કે જ્યાં કોઈ પથારી ખાલી હોય. કોરોનાને નાથવા નવા નવા અને આકરા નિયમો બનાવીને પ્રજા પાસેથી આકરો દંડ વસુલવામાં આવે છે. સાથો સાથ કડક સજા પણ કરવામાં આવે છે જોકે આ બધા નિયમો જાણે પ્રજા માટે જ છે ભાજપના નેતાઓ માટે નહીં. ભાજપના નેતાઓ છડેચોક કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડી મોટા મોટા તાયફાઓ યોજી રહ્યાં છે.

ભાજપના જ નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને અનુસરતા નથી. લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રેઆમ ભંગ કરતા જોવા મળે છે. છતાં તેમના પર કોઈ પગલા લેવાતા નથી. હવે ભાજપના વધુ એક નેતાની વાહિયાત હરકત સામે આવી છે. સામાન્ય લોકોને લગ્નપ્રસંગમાં 50 લોકોને જ એન્ટ્રી માન્ય છે ત્યાં પંચમહાલમાં ભાજપના નેતાએ પુત્રના લગ્નમાં ટોળુ ભેગુ કર્યું હતું.

પંચમહાલમાં ભાજપના નેતાએ કોરોના ગાઈડ લાઈન અને જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો છે. લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓ એકત્રિત થવા અંગેનું જાહેરનામુ છે ત્યાં ઘોઘંબા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભાજપ પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ મંત્રી છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્નમાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું. જેનો વીડિયો સામે આવ્યો છે.

છેલુભાઈ રાઠવાના પુત્રના લગ્નના આગલા દિવસે શનિવારે પરંપરા મુજબ ગોતરદેવી પૂજા વિધિ યોજાઈ હતી. ગોતરદેવી પૂજા વિધિમાં અધધ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડીજેના તાલે ઝૂમ્યા હતા. 50ના બદલે અહીં લગભગ 500 લોકોએ એકસાથે ડાંસ કરી નિયમોના ધજાગરા ઉડાડ્યા હતાં. કોરોનાની ગાઇડલાઈન અને રાજ્ય સરકારના નિયમોના ધજાગરા ઉડાડતા દ્રશ્યોનો વીડિયો સામે આવ્યો છે. સામાન્ય લોકો કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી પોતાના નિર્ધારિત માંગલિક પ્રસંગો મોકૂફ કરી રહ્યા છે. તો ભાજપના પદાધિકારીઓ જ નિયમો તોડી રહ્યા છે.

છેલુભાઈ રાઠવા પંચમહાલ તાલુકાના જવાબદાર નેતા છે. ત્યારે નેતાજીના ઘરે લગ્ન પ્રસંગે થયેલી મોજમજાના સામે આવેલા વીડિયો અંગે તપાસ કરી કાર્યવાહી થશે કે કેમ તે મોટો સવાલ છે. જોકે ભાજપ કે સરકારે હજી સુધી આ મામલે એક શબ્દ બોલવાની હિંમત દાખવી નથી. સામાન્ય જનતાને નજીવી બાબતમાં દંડનો કોરડો વિંઝતુ તંત્ર છેલુભાઈ રાઠવા જેવા એક નેતા આગળ જાણે નતમસ્તક બની ગયું હોય તેમ લાગે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો