ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો થઈ જજો સાવધાન, ગોધરામાં 21 બુલેટો પર ટ્રાફિક પોલીસનો સપાટો
હવેથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો (Bullet drivers) સાવધાન થઈ જજો. વાહનવ્યવહાર મંત્રી (Minister of Transport)એ બુલેટ પર રોફ જમાવતાં યુવકોની હરકતો અંગે સરકારનું ગંભીર ધ્યાન દોર્યું હતું. ત્યારબાદ સરકાર (Government) એક્શનમાં આવી ગઈ હતી અને તંત્રને આવા યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરવા તંત્રને આદેશ આપ્યા હતા. આજે પંચમહાલ (Panchmahal)ના ગોધરા(Godhara) 21 બુલેટ પોલીસ (Godhara Traffic Police) દ્વારા ડિટેઈન કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. ગુજરાત સરકાર (Gujarat Government)ના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને ગોધરામાં તેનો પહેલો પડચમ બતાવી દીધો છે. ગોધરાના એડવોકેટે વાહનવ્યવહાર મંત્રીને રજૂઆત કરી હતી. અને ત્યારબાદ ગોધરામાં પોલીસ દ્વારા આ એકશન લેવાયું છે. ગોધરામાં જે 21 બુલેટ પોલીસ દ્વારા ડિટેઈન કરાઈ છે, તેમાં યુવકો બુલેટમાં સાયલન્સર બદલી ધ્વનિ પ્રદૂષણ કરતા હતા.
આજે ગોધરા શહેર ટ્રાફીક પોલીસે સપાટો બોલાવતા બુલેટ ચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગોધરામાં ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વનિ પ્રદુષણ ફેલાવતા 21 બુલેટ ડિટેઈન કરાયા છે. જાણવા મળી રહ્યું છે કે ગોધરાના એડવોકેટ રમજાની જૂજારાએ એક મહિના અગાઉ વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને લેખિતમાં રજૂઆત કરી હતી. રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ અવાજ પ્રદુષણ ફેલાવતા બુલેટ બાઈક સામે કાર્યવાહી કરવા લેખિતમાં ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. ત્યારબાદ સરકારના આદેશ બાદ ગોધરામાં ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી હતી. તમને જણાવી દઈએ કે આજકાલ યુવકો બુલેટમાં સાયલેન્સર બદલી ધ્વનિ પ્રદુષણ કરવામાં આવતું હતું. આવા 21 બુલેટ ચાલકોને ટ્રાફિક પોલીસે ડિટેઈન કરીને આરટીઓ દ્વારા મેમો આપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના અનેક શહેર અને જિલ્લાઓમાં આજકાલ બુલેટ (Royal Enfield Bullet) લઈને પોતાની જાતિગત ઈમેજ ઉભી કરવાનો પ્રયાસ કરતાં હોવા ઉપરાંત રાહદારીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષાય તેવા મલીન ઈરાદાથી ફૂલ સ્પીડમાં નીકળતા હોવાની ફરિયાદ વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુ (RC Faldu) દ્વારા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કરવામાં આવી હતી. ત્યારબાદ વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ તથા રોડ સેફ્ટી ઓથોરિટી કમિશનરનું ધ્યાન દોર્યું હતું. ખુદ વાહનવ્યવહાર મંત્રીએ બુલેટ પર રોફ જમાવતાં યુવકોની હરકતો અંગે સરકારનું ગંભીર ધ્યાન દોર્યું હતું.
આ બુલેટના સાઇલેન્સરનો અવાજ એટલો વિસ્ફોટક અને ભયાનક હોય છે કે નાના બાળકોના કાનને કાયમી બહેરાશ આવવાનો ભય રહે છે. એટલું જ નહીં આજુબાજુમાં વાહન ચલાવતી વ્યક્તિનું પણ ધ્યાન ડ્રાઈવિંગથી હટીને અકસ્માત થવાની દહેશત રહે છે. આથી આ પ્રકારના બુલેટ ઉપર થતાં અવાજના ન્યુસન્સને બંધ કરાવવા તેમજ આવા બુલેટ લઈને નીકળતી વ્યક્તિઓ સામે ફોજદારી તેમજ દંડનીય કામગીરી કરવા ગાંધીનગરના જ જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા અંગે ધ્યાન દોર્યું છે.
છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરના માર્ગો પર બુલેટ લઈને કેટલાક ઈસમો તેજ ગતિએ નીકળીને રોફ મારતાં હોય છે. જે અંગે નગરજનોએ મંત્રીનું ધ્યાન દોરતાં તેઓએ આ અંગે ગૃહમંત્રીનું ધ્યાન દોરીને કાર્યવાહી કરવા જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

