સુરતના વરાછામાં મસાલો આપવાની ના પાડતા યવકે ગલ્લા માલિક પર ચપ્પુથી હુમલો કર્યો
કોરોના વાયરસ (Coronavirus)ને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉન (Lockdown) દરમિયાન સરકારના આદેશથી પાન, મસાલા, સિગારેટ, બીડી, તમાકુના (Tobacco Products) વ્યવસનીઓની હાલત કફોડી બની છે. બંધાણીઓને પાન-મસાલા (Pan Masala) ન મળતા હોવાથી તેઓ માંગે એ કિંમત પણ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક માવો લેવા માટે ગયો હતો. જોકે, પાનના ગલ્લાવાળાએ માવો આપવાનો ઇન્કાર કરતા યુવક ઉશ્કેરાયો હતો અને તેના પર ચપ્પુથી હુમલો (Attack) કરી દીધો હતો. જે બાદમાં ગલ્લા માલિકને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
લૉકડાઉનમાં વ્યવસનીઓની હાલત સૌથી વધારે બગડી છે. પાન-મસાલો ન મળતા તેવો માનસિક તાણ અનુભવી રહ્યા છે. આ લોકો વ્યવસન માટે હુમલો કરતા પણ ખચકાતા નથી. સુરતના વરાછા લંબે હનુમાન રોડ પર આવેલા ભરતનગરમાં રહેતો નારાયણ ભૂરારામજી રબારી ગઇકાલે જલારામ અન્નક્ષેત્રમાંથી ભોજન લઇને ઘરે આવતો હતો. આ સમયે ટીકટોક આલુપૂરીવાળા સંતોષ રાજપૂતે આ યુવકને અટકાવ્યો હતો. આ યુવક તેજ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતો હોવાની જાણથી તેની પાસે માવો માંગવામાં આવ્યો હતો. આ યુવકે માવો નહીં હોવાનું કહેતા સંતોષ રાજપૂત અને તેના મિત્રએ તેના ખિસ્સા તપાસવાના શરૂ કર્યા હતા.
જોકે, ગલ્લા માલિકે આવું ન કરવાનું કહેતા સંતોષ અને તેના મિત્રએ યુવક પર હુમલો કરી દીધો હતો. જે બાદમાં સંતોષ રાજપૂતે છરો કાઢી તેના બાવડામાં મારી દીધો હતો. ત્યારબાદ લોકો ભેગા થઇ જતાં બંને ફરાર થઇ ગયા હતા અને પીડિતને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે સંતોષ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

