પાલનપુરના ડોક્ટરે દેખાડી દરિયાદિલી: રિક્ષાચાલકની કોરોના સારવારનું 40 હજાર રૂપિયાનું બિલ માફ કરી માનવતા મહેકાવી

ખાનગી હોસ્પિટલમાં કોરોનાની અત્યંત મોંઘી સારવારની ફરિયાદો વચ્ચે પાલનપુરના તબીબે રિક્ષા ચાલકનું 40 હજાર જેટલું બિલ માફ કરી માનવતા મહેકાવી છે. શહેરની ખાનગી સોસાયટીમાં રાત્રે વોચમેનની નોકરી કરતા અને આખો દિવસ રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવનારને કોરોનાનું સંક્રમણ લાગી ગયું હતું. અને દર્દીની હાલત ક્રિટિકલ હતી તેવામાં તબીબે ન માત્ર જીવ બચાવ્યો પરંતુ સ્ટાફે પરિવારના સભ્ય બની દર્દીની સેવા કરી તેને 5 દિવસમાં સાજો કરી ઘરે મોકલ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બે સપ્તાહ દાખલ રહ્યા દર્દી

પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તાર પાસે આવેલી ખાનગી સોસાયટીમાં રાત્રે વોચમેન તરીકે નોકરી કરતા અને દિવસે રિક્ષા ચલાવતા ભીખુભા વાઘેલાની એક સપ્તાહ પહેલા તબિયત બગડતાં પાલનપુરની લાઇફકેર હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડૉ ગૌરવ પ્રજાપતિએ જણાવ્યું કે ” પેશન્ટનું CRP 193, HRCT 17, અને ડાયાબિટીસ 587 હતું. દાખલ કરવા પડે તેવી સ્થિતિ હતી.​​​​​​​ પેશન્ટને પાંચ દિવસ અહીં રાખી તેને સંપૂર્ણ સાજો કરવામાં આવ્યો છે.

5 દિવસનો ખર્ચ ડોક્ટરોએ માફ કર્યો

દર્દી ભીખુભાએ જણાવ્યું હતું કે ” અહીં સ્ટાફ દ્વારા સતત માવજત અને દેખરેખ રાખવામાં આવી જેના લીધે પારિવારિક માહોલ લાગ્યો. અધૂરામાં પૂરું હોસ્પિટલમાં 5 દિવસ રહેવાનો જે 35થી 40 હજાર જે ખર્ચ હશે તે ડો.એ માફ કર્યો હતો. તમેની આ દરિયાદિલીને લોકોએ બિરદાવી હતી. ”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો