ભારતીય હેકર્સે કરી 200 પાકિસ્તાની વેબસાઇટ પર ડિજિટલ ‘સર્જિકલ સ્ટ્રાઇક’

ભારતીય હેકર્સે પાકિસ્તાન પર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનની 200થી વધુ સરકારી વેબસાઈટ હેક કરી લીધી છે. જેમાંથી 50 વેબસાઈટનું લીસ્ટ સામે આવ્યું છે. એટલું જ નહીં છેલ્લા 72 કલાકથી વધુ સમયથી આ પાકિસ્તાની વેબસાઈટ હેકર્સના કબજામમાં હોવાનો દાવો કરાયો છે. જે વેબસાઈટ હેક થઈ છે તેને ઓપન કરતા જ એક મેસેજ સામે આવે છે. જેમાં લખ્યું છે કે, અમે અમારા જવાનોની શહાદત ક્યારેય નહીં ભૂલીએ.

હેકર્સે આ પણ ચેતવણી આપી છે કે આ આતંકવાદી ઘટનાઓ નથી અટકે તો પાકિસ્તાની સાઇબરને તબાહ કરી દેવામાં આવશે. હેકર્સ આ 200 પાકિસ્તાની વેબસાઇટ્સ પર હેકિંગ બાદ તિરંગો ઝંડો લગાવી દીધો છે.

પાકિસ્તાનની વિદેશ મંત્રાલયની વેબસાઈટ થઈ હેક

હેક થયેલ પાકિસ્તાની વેબસાઇટ્સમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પણ સામેલ છે. હેકિંગ સિવાય કેટલીક વેબસાઇટ્સમાં હેકર્સે રેનસમવેર પણ ઇંજેક્ટ કર્યું છે. જણાવાય રહ્યું છે કે આ કામને I-Crew નામની હેકિંગ ટીમે અંજામ આપ્યો છે.

પાકિસ્તાન લશ્કર અને અન્ય સંસ્થાઓની પણ વેબસાઈટ હેક થઈ. વિદેશમાં પાકિસ્તાનની વેબસાઈટ ઓપરેટ કરવામાં સમસ્યા થઈ હતી. પાકિસ્તાન આઈટી ટીમ વેબસાઈટને ખોલવાનાં પ્રયાસમાં લાગી ગઈ હતી. પાક વિદેશી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયા, સઉદી અરબ, યુકે અને નેધરલેન્ડની વેબસાઈટ ખુલતી નથી. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી.

પાક વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈસલએ જણાવ્યુ હતું કે, ઘણા દેશોનાં લોકોએ કહ્યું કે તેમની વેબસાઈટ ખૂલતી નથી. પાકિસ્તાની અધિકારીઓએ ભારત તરફથી હેકિંગની થયાની શંકાઓ જણાવી હતી. ભારતીય હેકર્સે વેબસાઇટ હેક કરી હોવાનો પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો હતો.

હેકરે સાઇટ પર લખ્યુ છે કે, અમે 14/2/2019 ક્યારેય નહીં ભૂલીએ. અમે માફ કરી દઇએ? અમે ભૂલી જઇએ? ભારત ક્યારેય નથી ભૂલી શકતું! સાઇબર નાં જાણકારો ટીમ આઇ-ક્રુને હેકિંગ ન કહીં ડિફેન્સ્ડ કહે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો