નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, 49 અરજીઓમાંથી જાણો કેટલાનું નસીબ ખુલ્યું

નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. જૂનાગઢમાં 3 હિંદુ અને એક મુસ્લિમ શરણાર્થીને ભારતીય નાગરિકતા અપાઈ છે. અગાઉ જૂનાગઢમાંથી 43 મુસ્લિમ સહિત 49 શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી.

નાગરિકતા એકટ બિલ પાસ થયા બાદ જૂનાગઢ જિલ્લામાંથી ભારતીય નાગરિકતા મેળવવા માટે કુલ 49 અરજી આવી છે. જેમાંથી 4ને નાગરિકતા આપવામાં આવી છે. એકનું રજિસ્ટ્રેશન કરાયું છે, જ્યારે હજુ 44 અરજીઓ પર નિર્ણય લેવાતાના બાકી છે. જૂનાગઢમાં ભારતીય નાગરિકતા મેળવવા માટે કરેલી 49 અરજીઓમાંથી મોટાભાગના લગ્ન કરેલા લોકોની અરજીઓ છે. 49 અરજીઓ પૈકી 6 હિંદુ લઘુમતી સમાજની છે, જેમાં 3ને ભારતીય નાગરિકતા આપી દેવામાં આવી છે. 43 મુસ્લિમ બહુમતી સમાજની અરજીઓ છે, જેમાંથી એકને નાગરિકતા અપાઈ છે, બાકીની અરજીઓ પર અભ્યાસ ચાલું છે.

ગુજરાતમાં વસતા 10 હજાર શરણાર્થીઓને નાગરિકતા મળશે

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાયદામાં ફેરફાર કરાયા બાદ તેના સુધારા સામે સમગ્ર દેશભરમાંથી વિરોધનો સૂર ઉઠી રહ્યો છે. તેવી સ્થિતિ વચ્ચે મળતી વિગતો અનુસાર ગુજરાતમાં વસવાટ કરતા આશરે 10 હજાર જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને આ સુધારાના કારણે ભારતીય નાગરિકત્વ મળશે! ગુજરાત રાજ્ય ભૌગોલિક રીતે સરહદ દ્વારા પાકિસ્તાન સાથે જોડાયેલું હોવાથી થોડા વર્ષો અગાઉ સુધી પાકિસ્તાની નાગરિકો સામાજિક પ્રસંગોપાત મૂક્ત રીતે ગુજરાતમાં અવર-જવર પણ કરી શકતા હતા.

જો કે બાદમાં સરહદી સલામતીમાં વધારો કરાતા હવે આવી ગેરકાયદેસર અવર-જવર બંધ થઈ ગઈ છે. પરંતુ સામાજિક રીતે જોડાયેલા સેંકડો લોકો એલટીવી એટલે કે લોંગ ટર્મ વિઝા મેળવીને ગુજરાતના વિવિધ શહેરોમાં અત્યારે વસવાટ કરી રહ્યા છે.

તમામને મળશે સરળતાથી નાગરિકતા

ગુજરાત રાજ્યની 500 કિલોમીટરથી વધારે સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા સીધી જમીન દ્વારા પાકિસ્તાન સાથે સંકળાયેલા છે. ભાગલા પહેલા પાકિસ્તાન જ્યારે ભારતનો જ એક ભાગ હતું ત્યારે આ વિસ્તારના લોકો સામાજિક સંબંધોથી બંધાયેલા હતા. આ સંબંધો આજે પણ ચાલું છે. બોર્ડર વિસ્તારના જાણકાર સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજે પણ સેંકડો પાકિસ્તાની નાગરિકો વસવાટ કરે છે. આ તમામને હવે સરળતાથી ભારતીય નાગરિકત્વ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો