પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓની શરમજનક હરકત, નવરાત્રિમાં હિંગળાજ મંદિરમાં માતાની મૂર્તિ તોડી

પાકિસ્તાન (Pakistan) ના સિંઘ પ્રાંતમાં આવેલ પ્રાચીન હિન્દુ મંદિર (Hindu Temple)માં શનિવારે કેટલાક અસામાજિક તત્વોએ તોડફોડ કરી. નવરાત્રિ (Navratri)માં જ અજાણ્યા વ્યક્તિઓએ અહીં માતાની મૂર્તિને ખંડિત કરી દીધી છે. આ મંદિર સિંધના થારપરકર વિસ્તારમાં આવેલું છે.

અસામજિક તત્વોએ મંદિરમાં ઘૂસીને દુર્ગા માતાની પ્રતિમાને ખંડિત કરી દીધી અને તેમના વાહન સિંહને પણ તોડી નાંખ્યું. આ ઘટનાની માહિતી પાકિસ્તાની પત્રકાર ટ્વીટના માધ્યમથી આપી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં જ પાકિસ્તાનના સિંધમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આ તોડફોડ સિંધના બદીન જીલ્લાના કડિયૂ ઘનૌર શહેરમાં શનિવારે સવારે રામપીર મંદિરમાં તોડફોડ કરી કરવામાં આવી હતી.

આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સની આકરી પ્રતિક્રિયા સામે આવી રહી છે. કટ્ટરપંથીઓની આ હરકતને લઇ ભારત અને પાકિસ્તાન બંને તરફના ટ્વિટર યુઝર્સે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે માં હિંગળાજ શક્તિપીઠ

51માંથી એક શક્તિપીઠ બલૂચિસ્તાન પ્રાંતમાં છે. જ્યાં દર્શન માત્રથી જ તમામ પાપોનો અંત થઇ જાય છે. આ મંદિર સુરમ્ય પહાડીઓની તળેટીમાં છે એક પ્રાકૃતિક ગુફામાં બનાવેલું છે. તિહસમાં ઉલ્લેખ છે કે સુરમ્ય પહાડીઓની તળેટીમાં સ્થિત ગુફા મંદિર લગભગ 2000 વર્ષ જૂની છે. અહીં માણસની બનાવી કોઇ પ્રતિમા નથી પરંતુ એક માટીની વેદી છે જ્યાં એક નાના આકારની શિલાને હિંગળાજ માતાના રૂપમાં પૂજવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો