ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર બિમાર પડતા પત્નીએ પતિની તબિયતની ચિંતા કર્યા વિના કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડીને સેવાનું ઉમદુ ઉદાહરણ પુરું પાડયું

ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર્સની કામગીરી કરતો યુવાન બિમાર પડતાં કોરોના મહામારીમા દર્દીઓને ઓક્સિજન ખૂટે નહી તે માટે પત્નીએ બિમાર પતિનો ધંધો સંભાળી લીધો છે. હોસ્પિટલો તથા મેડિકલને ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડીને સેવાનું ઉમદુ ઉદાહરણ સાથે નારી નારાયણી બની છે.

પતિ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ધોરાજી, ઉપલેટા અને જામકડોરણા પંથકમાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. ઓક્સિજનની ડિમાન્ડ વધી રહી છે. ઓક્સિજનની જરૂરિયાતવાળાં દર્દીઓ વધી રહ્યાં છે. ત્યારે ધોરાજીમાં ઓક્સિજન સપ્લાયર તરીકે કામગીરી કરતાં અનુભાઈ ટીલાળાની છેલ્લા એક અઠવાડિયાથી તબિયત ખરાબ થઈ જતાં સારવારમાં ખસેડાયા છે. ત્યારે ધોરાજી તથા આજુબાજુના વિસ્તારમાં સરકારી, ખાનગી હોસ્પિટલો કે ઘરે સારવાર લેતા કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજન ખૂટે નહી તે માટે ઓક્સિજન સપ્લાયરનો ધંધો પત્ની પ્રિતીબેને સંભાળીને હાલની મહામારીમાં લોકોના આરોગ્ય માટે ઓક્સિજનની જરૂરીયાત પુરી પાડવા મહેનત શરૂ કરી છે.

24 કલાક ઓક્સિજનના બાટલા હોસ્પિટલને પુરા પડાય છે

24 કલાક ગમે ત્યારે હોસ્પિટલ કે ઘરે સારવાર લેતા કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની વ્યવસ્થા કરાય છે. મહિલાએ પોતાના પતિની તબિયતની ચિંતા કર્યા વગર કોરોના પોઝિટિવ દર્દીઓની ચિંતા કરી ઓક્સિજનની ઘટ ન પડે તે માટે નારી નારાયણી બનીને મહેનત કરી રહી છે. અનુભાઈ ટીલાળાના પત્ની પ્રિતીબેન ટીલાળાએ જણાવ્યું હતું કે, મારાં પતિનો વ્યવસાય ઓક્સિજન સપ્લાય કરવાનો છે. મારા પતિ બિમાર પડતાં સારવારમાં હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે હાલ કોરોના વાયરસની મહામારીમાં બિમાર પડેલાં લોકોને ઓક્સિજનની ઘટ ન પડે અને હેરાનગતિ ન થાય તે માટે લોકોના આરોગ્ય માટે હોસ્પિટલો કે જરૂરીયાતમંદ કોરોના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે પતિનો ધંધો સંભાળીને માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદેશ સાથે કામગીરી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો