હૈદરાબાદમાં ઓક્સિજન લઈને આવતો ડ્રાઈવર રસ્તો ભૂલ્યો અને 7 દર્દીઓ હોસ્પિટલમાં મોતને ભેટ્યા

કોરોના ચેપની પકડમાં આવ્યા પછી ઘણા લોકોમાં ઓક્સિજનનો અભાવ જોવા મળ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ મરી રહ્યા છે. તબીબી ઓક્સિજનની અછતને પહોંચી વળવા હોસ્પિટલ મેનેજમેન્ટથી લઈને જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર મોટા પાયે કાર્યરત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એક જીલ્લા અને પ્રદેશથી બીજા શહેરો અને રાજ્યોમાં ઓક્સિજન ટેન્કરો પહોંચાડવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જો કે, દર્દીઓ ઓક્સિજનની પ્રતીક્ષામાં કોરોના સામેની જંગ લડતા લડતા હોસ્પિટલોમાં મરી રહ્યા છે. હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં આવી જ ઘટના બની જ્યારે મેડિકલ ઓક્સિજનની નવી ખેપ લેવા માટે નીકળેલો ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો અને સાત દર્દીઓ તેની રાહમાં મૃત્યુ પામ્યા.

વાસ્તવમાં આ ઘટના હૈદરાબાદની સરકારી હોસ્પિટલ કિંગ કોટીની છે. રવિવારે (9 મે) હોસ્પિટલમાં તબીબી ઓક્સિજનની તંગી સર્જાવા લાગી. મેડિકલ ઓક્સિજનની નવો જથ્થો લઇને ટેન્કર ચાલક હોસ્પિટલમાં આવી રહ્યો હતો, પરંતુ તે રસ્તો ભૂલી ગયો. અહીં, બધા હોસ્પિટલમાં ડ્રાઇવરની રાહ જોતા હતા.

ઓક્સિજન મળવામાં મોડું થતાં હોસ્પિટલ વહીવટી તંત્ર, દર્દીઓ અને તેમના પરિવારજનો બેચેન થઈ ગયા હતા. ધીરે ધીરે, આઈસીયુમાં ઓક્સિજન સપ્લાયનું દબાણ ઓછું થવા લાગ્યું. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ટૂંકા સમયમાં ઓક્સિજનનું સપ્લાય લેવલ જોખમથી નીચે આવી ગયુ. ડ્રાઇવર યોગ્ય સમયે ઓક્સિજન લઇને હોસ્પિટલમાં પહોંચી શક્યો નહીં અને સાત દર્દીઓ જોત જોતામાં મોતને ભેટ્યા.

મળતી માહિતી મુજબ હોસ્પિટલની ઓક્સિજન ટાંકીમાં ઓક્સિજન પ્રેસર બપોરથી જ ઓછું થવા લાગ્યું હતું. હોસ્પિટલના અધિકારીઓએ તાત્કાલિક ટેન્ક ભરવાની સૂચના આપી હતી, પરંતુ ઓક્સિજન ટેન્કર લઇને આવતો ચાલક રસ્તો ભૂલી ગયો અને આવવામાં મોડુ થયું. જેને લઈને લોકો સવાલ કરી રહ્યા છે કે આ વાહનને ગ્રીન કોરિડોર કેમ આપવામાં ન આવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો