અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડ સામે આવ્યું! પ્રજા પરસેવાની કમાણીથી ટેક્સ ચૂકવે ને સરકારી બાબૂઓ કરોડોનું કૌભાંડ આચરે

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તે વાતમાં હવે કોઈ નવાઈ નથી. પણ તાજેતરમાં જ સોલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન કૌભાંડમાં ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં હોસ્પિટલમાં સત્તા સ્થાને બેસેલાં સરકારી બાબુએ પોતાની માનીતી કંપની પાસે એક જ દિવસમાં અલગ-અલગ ભાવોથી બિલ ચૂકવવામાં આવ્યા હતા.

પૂર્વ સુપ્રિટેન્ડન્ટના સમયમાં કૌભાંડ આચરવમાં આવ્યું

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 5 ફ્રેબુઆરીના રોજ ઓક્સિજન ખરીદીમાં કટકીનો આરોપ લગાવવામાં આવ્યો છે. પૂર્વ સુપ્રિટેન્ડન્ટના સમયમાં આ કૌભાંડ આચરવમાં આવ્યું છે. કૌભાંડમાં એક જ કંપની પાસેથી જુદા-જુદા ભાવે ઓક્સિજન ખરીદવામાં આવ્યો હતો. અને તેમાં પણ એક જ દિવસે જુદા-જુદા ભાવના બિલની ચૂકવણી કરવામાં આવી હતી.

છેલ્લા 4 વર્ષથી એક જ કંપની પાસેથી ઓક્સિજનની ખરીદી

એક જ દિવસમાં મુકાયેલાં બે બિલોમાંથી પહેલાં બિલમાં પ્રતિ ક્યુબિક રૂ.10.67ના ભાવે ઓક્સિજનની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે તે જ દિવસે બીજા બિલમાં પ્રતિ ક્યુબિક રૂ.14.10ના ભાવે ઓક્સિજનની ખરીદી કરવામાં આવી હતી. અને બીજી ચોંકાવનારી વાત એ છે કે, એક જ કંપની પાસેથી છેલ્લા ચાર વર્ષમાં ઓક્સિજન ખરીદવામાં આવે છે.

પ્રજા પરસેવાની કમાણીથી ટેક્સ ચૂકવે ને સરકારી બાબૂઓ કરોડોનું કૌભાંડ આચરે

હવે અહીં સવાલ એ થાય છે, ઓક્સિજન વેચનાર કંપની એક જ, તો પછી એક દિવસનાં અલગ -અલગ ભાવ કેવી રીતે હોઈ શકે. શું સત્તાસ્થાનમાં બેસેલાં બાબુ ભ્રષ્ટાચારમાં કેટલાં મગ્ન અને વિશ્વાસુ હશે કે, કોઈને શું ખબર પડશે? છેલ્લા 4 વર્ષથી એક જ કંપની પાસેથી ઓક્સિજન ખરીદવામાં આવે છે. લોકો પોતાના પરસેવાની કમાણી ટેક્સ રૂપે આપે છે. અને સરકારી બાબુઓ પોતાના મળતિયાઓને આ રીતે કરોડો રૂપિયાનો લાભ કરાવવા ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો