હોસ્પિટલમાં સ્ટેચર ઉપર માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

ઉત્તર પ્રદેશના (Uttar pradesh) બહરાઈચમાં ઓક્સીજનની કમીનો (oxygen crisis) ભયંકર મંજર જોવા મળી રહ્યો છે. અહીં જિલ્લા હોસ્પિટલમાંથી એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ (viral video) થયો છે અહીં એક બીમાર માતાને તેની પુત્રીઓએ મોંઢાથી ઓક્સીજન આપી રહી છે.

કોવિડ-19ના બીજા ચરણમાં દેશમાં ઓક્સીજનની કમીના પગલે કોરોના દર્દીઓની કેવી કફોડી હાલત થાય છે તે આ વીડિયોમાં ચોખ્ખું દેખાય છે. બઈરાઈચમાં ઓક્સીજનની કમી કોઈ નવી વાત નથી પરંતુ જિલ્લા હોસ્પિટલમાં ઓક્સીજનની કમીને પુરા કરવા માટે દર્દીના સ્નેહીજનો આગળ આવી રહ્યા છે.

હવે તે પોતાના પરિવારજનોને ઓક્સીજનની કમીથી તપડતા જોઈને તેમનાથી રહેવાયું નહીં. ત્યારબાદ જીવ જોખમમાં મુકીને માતાને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી હતી. આ વીડિયો વાયરલ થતાં જ હોસ્પિટલની ઈમર્જન્સીની કથડેલી હાલત જોવા મળી હતી. જેમાં બીમાર માતાને પુત્રીઓ મોંઢાથી ઓક્સીજન આપી રહી હતી.

ઉલ્લેખનીય છે કે ભારતમાં (india) આજે રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા કોરોનાના (Coronavirus cases) કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે 3689 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ સાથે 3,07,865 લોકો સાજા થઇને ઘરે પહોંચ્યા છે. આ સામે અત્યાર સુધીમાં કુલ 15,68,16,031 લોકોને કોરોનાની રસી (corona vaccine) લગાવવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,92,488 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. શનિવાર કરતા આ પ્રમાણમાં ઓછા છે. શનિવારે ચાર લાખથી વધુ નવા કેસ મળી આવ્યા હતા. જોકે, રવિવારે સક્રિય કેસ 33 લાખને પાર કરી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાને કારણે રેકોર્ડ 3689 લોકો મૃત્યુ પામ્યા છે.

રવિવારે કોરોનામાં 3 લાખ 92 હજાર 488 નવા કેસો આવવાની સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1,95,57457 થઈ ગઈ છે. એ જ રીતે, વધુ 3689 લોકોનાં મોત સાથે, મૃત્યુનો આંક વધીને 2,15,542 પર પહોંચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો