હ્રદયદ્રાવક દ્રશ્યો આવ્યા સામે: ન ઓક્સિજન, ન સારવાર, ન શબવાહિની, મોત બાદ પુત્રીના શવને પિતા બાઈક પર જ લાવ્યા ઘરે

કોરોના વાયરસે આખા ભારતમાં હાહાકાર મચાવી રાખ્યો છે. કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે, જેના કારણે આ બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. કોરોનાના કારણે મોતના આંકડા પણ વધી રહ્યા છે. પરિસ્થિતિ ગંભીર થઈ પડી છે. લોકોને પૂરતી સારવાર પણ નથી મળી રહી અને પૂરતી સુવિધા પણ મળી રહી નથી. દર્દીઓને બેડ પણ મળવાના મુશ્કેલ થઈ પડ્યા છે. ઘણી જગ્યાએ ઓક્સિજનની અછત પડી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં કેટલાક હ્રદયદ્રાવક દ્રશ્યો સામે આવી રહ્યા છે. એવી જ એક ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશમાં.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં એક 19 વર્ષીય છોકરીએ શ્વાસ લેવાની પરેશાની થવાથી તરફડીને દમ તોડી દીધો. ગંભીર પરિસ્થિતિમાં છોકરીનો પિતા તેને લઈને બાઈક પર સરકારી ટ્રોમા સેન્ટર પર પહોંચ્યો હતો. છોકરીને શ્વાસ લેવાની તકલીફ થઈ રહી હતી અને સરકારી ટ્રોમા સેન્ટરમાં ઓક્સિજન નહોતો, એટલે છોકરીને એડમિટ ન કરવામાં આવી અને તેનું મોત થઈ ગયું. પિતાએ રડતા રડતા કહ્યું કે, અહીં સારવાર મળી રહી નથી અને ઓક્સિજન પણ નથી, પરંતુ ડૉક્ટરોએ છોકરીને જોઈને મૃત જાહેર કરી દીધી અને ઘણીવાર કહેવા છતા તેમને શબવાહિની પણ ન આપી.

આ ઘટના બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ફિરોઝાબાદમાં સરકારી સ્વાસ્થ્ય સેવા માટે હાલમાં શહેરમાં એકમાત્ર કેન્દ્ર સરકારી ટ્રોમા સેન્ટર છે. જ્યાંની હાલત બદથી બદતર થઈ ગઈ છે. આ ઘટના ટૂન્ડલા કલા ગામની છે. પીડિત શિવનારાયણની પુત્રીની તબિયત અચાનક બગડી ગઈ અને છોકરીને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી. કહેવામાં આવી રહ્યું છે કે, છોકરીનું કોરોના પરીક્ષણ થયું નહોતું અને તેને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી થઈ રહી હતી. એમ્બ્યુલેન્સ બોલાવવા માટે ફોન કર્યો, પરંતુ ન મળી. ત્યારબાદ પિતા બાઇક પર પુત્રીને લઈને હૉસ્પિટલ પહોંચ્યો.

ડૉક્ટરે છોકરીની તપાસ કરી અને પિતાને જણાવ્યું કે અહીં તો ઓક્સિજન નથી. આ દરમિયાન છોકરીનું મોત થઈ ગયું અને પિતા ઘટનાસ્થળે જ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. પિતાએ જણાવ્યું કે, તેની પુત્રીને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. અહીં લાવ્યા તો જોયું કે નથી ઓક્સિજન કે નથી કોઈ સાંભળનારું. જેના કારણે તેની પુત્રીનું મોત થઈ ગયું. નિયમ અનુસાર, મોત બાદ શવને શબવાહિની કે સરકારી ગાડીથી મોકલવામાં આવે છે, પરંતુ ટ્રોમા સેન્ટર પર એવી કોઈ વ્યવસ્થા નહોતી, પછી મજબૂર પિતાએ પુત્રીનું શવ બાઇક પર ઘરે લઈ જવા મજબૂર થવું પડ્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો