ઓક્સફર્ડની રસીથી વાંદરામાં પર થયેલું ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ થયું, ફેફસાંમાં ચેપ પણ અટક્યો, હ્યુમન ટ્રાયલનું પરિણામ ચાલુ મહિને આવશે

કોરોના વાઈરસની રસી બનાવવામાં વ્યસ્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક ઉત્સાહજનક સમાચાર આપ્યા છે. સંશોધકોએ કહ્યું કે છ વાંદરા પર આ રસીની ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ રહી છે. વાંદરાઓને કોરોના વાઈરસનો એક મોટો ડોઝ આપતાં પહેલાં આ રસી અપાઈ હતી. સંશોધકોને જણાવ્યું કે કેટલાક વાંદરાના શરીરમાં આ રસીથી 14 દિવસમાં એન્ટીબોડી વિકસિત થયું અને કેટલાકમાં 28 દિવસ લાગ્યા. હાલ આ રસીનું માણસમાં પરિક્ષણ ચાલી રહ્યું છે. તેના ત્રણ તબક્કા હશે. એક હજાર લોકો પર કરાઈ રહેલા પરિક્ષણના પ્રથમ તબક્કાનો રિપોર્ટ ચાલુ મહિને આવશે. સંશોધકોનું કહેવું છે કે જો માનવ પરિક્ષણના પરિણામ પોઝિટિવ મળશે તો રસી ટૂંક સમયમાં બજારમાં આવી જશે. ઓક્સફર્ડ વેક્સિન ગ્રૂપ અને ઝેનર ઈન્સ્ટિટ્યૂટ સંયુક્ત રીતે કોરોના વાઈરસની રસીનું નિર્માણ કરી રહ્યા છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ આ સંશોધનમાં ભાગીદાર છે. સિરમ વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘણી રસી વાંદર પર સફળ, માનવનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે

સંશોધકોએ ગુરુવારે કહ્યું કે કોરોના વાઈરસના સંપર્કમાં આવ્યા પછી આ રસીએ વાંદરાના ફેફસાંને નુકસાન થતા પણ બચાવ્યા અને વાઈરસને શરીરમાં પોતાની કોપી બનાવવામાં અને વધવામાં અટકાવ્યા. આ સિલસિલામાં લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપીકલ મેડિસિનના પ્રો. ડૉ. સ્ટિફન ઈવાન્સ કહે છે કે વાસ્તવમાં આ સારા સમાચાર છે. ઓક્સફર્ડ વેક્સિને એક મોટી અડચણ પાર કરી છે. વાંદરા પર પરિક્ષણની સફળતા મહત્ત્વપૂર્ણ હોય છે. પરંતુ ઘણી રસી લેબમાં તો વાંદરાનું રક્ષણ કરી લે છે પણ માનવનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે. જે રસી કામ નથી કરતી તે સુરક્ષા આપવાના બદલે ઘણીવાર બીમારીને વધુ વકરાવે છે. પરંતુ આ સંશોધનમાં કોઈપણ નકારાત્મક પરિણામ મળ્યું નથી એ ઉત્સાહજનક છે. તજજ્ઞો કહે છે કે એક રસને વિકસિત કરવામાં 10 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. પરંતુ મોટા સંશોધકો આ રસીને ઝડપથી વિકસાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પૂણે સ્થિત સિરમ ઈન્સ્ટિટ્યૂટના એક અધિકારીએ કહ્યું કે અમે ઓક્સફર્ડ-ઝેનર ઈન્સ્ટિટ્યૂટના સંપર્કમાં છીએ. આગામી મહિના સુધીમાં હ્યુમન ટ્રાયલના પ્રથમ તબક્કાના પરિણામ આવી જશે. જો બધું યોગ્ય રહેશે તો સપ્ટેમ્બર સુધીમાં રસી બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે.

ચીનનો દાવો- અમે પાંચ રસીનું હ્યુમન ટ્રાયલ કરી રહ્યા છીએ

ચીનનો દાવો છે કે તેની પાંચ રસીની હ્યુમન ટ્રાયલ બીજા તબક્કામાં ચાલી રહી છે અને કેટલાકને આગામી મહિને મંજૂરી આપી દેવાશે. નેશનલ હેલ્થ કમિશનના ઉપમંત્રી જેંગ યિસિંગે કહ્યું કે બીજા તબક્કામાં આ પાંચ રસીની 2000 લોકો પર ટ્રાયલ થઈ ચૂકી છે અને જુલાઈ સુધીમાં પરિણામ મળી જશે. ટ્રાયલ દરમિયાન અત્યાર સુધીમાં કોઈપણ દર્દીને કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ મળી નથી. અમેરિકા, બ્રિટન સહિત અનેક દેશોમાં કોરોના રસીની હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો