મુંબઈમાં ટ્રાવેલ એજન્સીના માલિકને ડ્રાઇવરના પૈસા રોકવા ખૂબ મોંઘા પડ્યા, ડ્રાઇવરે 5 બસો આગમાં ફૂંકી મારી

એક ટ્રાવેલ એજન્સીના માલિકને ડ્રાઇવરના પૈસા રોકવા ખૂબ મોંઘા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડ્રાઇવરે ટ્રાવેલ એજન્સીના માલિક પર ગુસ્સે થઈને તેની પાંચ બસોને આગ ચાંપી દીધી. મુંબઈ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 24 વર્ષીય અજય સારસ્વત તરીકે થઈ છે. બળી ગયેલી બસોની કિંમત 3 કરોડની નજીક છે.

પોલીસના જણાવ્યા મુજબ આત્મરામ ટ્રાવેલ એજન્સીની પાંચ બસો એક મહિનામાં જ સળગી રાખ થઈ ગઈ. પહેલી ઘટના 24 ડિસેમ્બર 2020 ના રોજ બની હતી. આ ઘટનામાં ત્રણ બસો સળગી ગઈ હતી જ્યારે બીજી ઘટના 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ બની હતી. આ વખતે બે બસો બળીને રાખ થઈ ગઈ હતી. સતત બે ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કર્યા. પોલીસને પણ આશંકા છે કે, આત્મરામ ટ્રાવેલ એજન્સીની બસોમાં કેમ આગ લાગે છે.

તપાસ દરમિયાન એજન્સી દ્વારા કહેવામાં આવ્યું કે, આ દિવસોમાં બસોની બેટરી રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કારણ હોઈ શકે છે કે બસોમાં આગ લાગી છે. જો કે તપાસમાં આ પ્રકારનું કઈ મળી આવ્યું ન હતું. આ પછી, ટ્રાવેલ એજન્સીના માલિકે તેના એક કર્મચારી પર શંકા થઈ હતી, જે બસનો ચાલક હતો. તેણે કહ્યું હતું કે, પૈસાના વિવાદ બાદ તેને ત્યાંથી હટાવવામાં આવ્યો હતો.

ટ્રાવેલ એજન્સીના માલિકે જણાવ્યું હતું કે, કોરોના સમયે તેણે અજય સારસ્વત નામના ડ્રાઇવરને રાખ્યો હતો પરંતુ, ગોવામાં તેનો અકસ્માત થયો હતો. બસને ઘણું નુકસાન થયું હતું. આ કારણોસર ટ્રાવેલ એજન્સી માલિકે અજયના બાકી નાણાંમાંથી કેટલાક પૈસા ચૂકવ્યાં નથી. આ અંગે પણ બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. આ પછી, પોલીસે અજયની પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અજયે જણાવ્યું કે, તે બસના પડદા માચિસથી બાળી નાખતો હતો, જેથી આખી બસને આગ લાગી જાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો