કોરોનાએ રોજગારી છીનવી, હિંમત નહિ: અમદાવાદમાં 4-4 સ્કૂલ વાનના માલિકે બિઝનેસ બંધ થતા શાકભાજીની લારી શરૂ કરી, ડ્રાઈવરને પણ ઘર ચલાવવા રિક્ષા લઈ આપી

ભલભલી આફત આવે પણ જો માણસમાં લડવાની હિંમત હોય તો તે ગમે તેવી પરિસ્થિતિને અવગણીને નવો રસ્તો ઉભો કરે છે. કોરોનાએ પણ અનેક પરિવાર સાથે આવું કર્યું છે. પણ કોઈ પરિસ્થિતિને કાયમી માનીને ત્યાં જ અટકી જવું પણ એક કાયરતાની નિશાની છે. અમદાવાદના પટેલ પરિવાર કોરોના પહેલા જ્યારે સ્કૂલ ધમધમાટ હતો, ત્યારે સ્કૂલવાનનો વેપાર કરતા હતા. પોતાના ત્યાં ડ્રાઇવર કામ કરતા હતા. પણ કોરોનાની થપાટ એવી લાગી કે, બે વર્ષથી બેરોજગારી છે. પણ હવે આ પરિવારે ફરી તે માટે રાહ જોવાને બદલે હવે શાકભાજીની લારી શરૂ કરી છે.

દીકરો અને હું સ્કૂલ વાનનો બિઝનેસ કરતા હતા

અમદાવાદના રાણીપ વિસ્તરમાં રહેતા વિક્રમભાઈ પટેલ હાલ લારીમાં શાકભાજી વેંચતા નઝરે ચઢશે. પણ તેઓ કોરોના પહેલા કઈક અલગ જ જિંદગી જીવતા હતાં. તેમણે જણાવ્યુ કે, મારા પરિવારમાં પાંચ સભ્યો છે. જેમાં મારો દીકરો અને હું સ્કૂલ વનનો બિઝનેસ કરતા હતા.

અમદાવાદના રાણીપ વિસ્તરમાં રહેતા વિક્રમભાઈ પટેલ હાલ લારીમાં શાકભાજી વેંચતા નઝરે ચઢશે

ડ્રાઈવરને પગાર આપવા પણ પૈસા ન હતા

કોરોના પહેલા અમારું કામ એટલું સારું ચાલતું હતું કે, અમારી પોતાની ચાર સ્કૂલવાન હતી. અમારે ત્યાં ડ્રાઇવર નોકરી કરતા હતા. પણ કોરોના જેવો આવ્યો સ્થિતિ કઈક અલગ જ થઈ ગઈ અને એકદમ સ્કૂલ બંધ થઇ ગઈ અને વેપાર બંધ થઈ ગયા. આ સમયે અમારા ત્યાં કામ કરતા ડ્રાઇવરને પણ થોડા સમય પગાર આપી શક્ય પણ પછી પરિસ્થિતિ એવી રહી નહિ.

કોરોના પહેલા જ્યારે સ્કૂલ ધમધમાટ હતો, ત્યારે સ્કૂલવાનનો વેપાર કરતા હતા

ડ્રાઈવરો હવે રિક્ષા-ટેમ્પો ચલાવે છે

હવે અમારા ત્યાં કામ કરતા ડ્રાઇવર પૈકી એકને રિક્ષા લઈ આપી છે. બીજો એક ડ્રાઇવર ટેમ્પો ચલાવે છે. બીજા બધા વતન ચાલ્યા ગયા છે. પણ હવે મારે જીવન નિર્વાહ કરવો અઘરો થઈ ગયો છે પણ કંઈક તો કરવું જ છે એટલે હવે શાકભાજી વેચી રહ્યો છું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો