SBIનાં ATMમાંથી રોકડ ઉપાડવા માટે 1 જાન્યુઆરીથી OTP દાખલ કરવો પડશે, ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોકવા માટે કરાયો ફેરફાર

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ એટીએમમાંથી રોકડ ઉપાડવાની રીતને બદલવા જઈ રહી છે. ATM ટ્રાન્ઝેક્શન ફ્રોડને રોકવા માટે બેંક 1 જાન્યુઆરી 2020થી વન ટાઈમ પાસવર્ડ આધારિત કેશ વિથડ્રૉઅલ સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. તેના અંતર્ગત રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી ATMમાંથી રોકડ ઉપાડ કરતી વખતે બેંકમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને ATMમાં એન્ટર કર્યા પછી જ રોકડ ઉપાડી શકાશે. આ નિયમ 10 હજાર રૂપિયા કરતાં વધુનાં કેશ ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે. SBIએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે.

આ રીતે કામ કરશે

જ્યારે તમે પૈસા ઉપાડવા માટે SBIનાં ATMમાં જશો ત્યારે કાર્ડ સ્વાઈપ કર્યા બાદ બેંકમાં રજિસ્ટર્ડ તમારા મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ (OTP) મોકલવામાં આવશે, જે તમારે એન્ટર કરવાનો રહેશે. આ પ્રોસેસ કોઈ અન્ય બેંકના ATM પર કામ નહીં કરે કેમ કે અત્યારે નેશનલ ફાઈનૅન્શલ સ્વિચમાં તેને તૈયાર કરવામાં નથી આવી. બેંકના જણાવ્યા પ્રમાણે, તેનાથી બનાવટી કાર્ડથી ગેરકાયદે ટ્રાન્ઝેક્શન અટકાવવામાં મદદ મળશે.

બેંકિંગ ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પગલે વર્ષ 2018-19માં 71,543 કરોડ રૂપિયાની બેંકિંગ છેતરપિંડી થઈ હતી. આ સમયગાળા દરમિયાન બેંકમાં છેતરપિંડીના 6800થી વધુ કેસ નોંધાયા હતા. વર્ષ 2017-18માં બેંક છેતરપિંડીના 5,916 કેસ નોંધાયા હતા. તેમાં 41,167 કરોડથી વધુની છેતરપિંડી થઈ હતી. ગત નાણાકીય વર્ષમાં બેંક ફ્રોડના કુલ 53,334 કેસ સામે આવ્યા છે અને 2.05 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો