પાંચપીપળી ગામના ધો-10 પાસ મહિલાની સજીવ ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિ, એમના માંથી 300 મહિલાઓએ પ્રેરણા લઇને 3 હજાર એકર જમીનમાં ખેતી કરી

ગુજરાતના છેવાડાના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના અંતરિયાળ પાંચપીપળી ગામની ધો-10 પાસ મહિલા આજે સજીવ ખેતી કરીને રાજ્યભરમાં ઓળખ બની છે. પોતાની 3 એકર જમીનમાં કુદરતી પદ્ધતિથી સજીવ ખેતી કર્યાં બાદ ગામની બીજી મહિલાઓ પણ સજીવ ખેતી કરતી થઇ છે. 300 મહિલાઓએ પ્રેરણા લઇને 3 હજાર એકરમાં જમીનમાં ખેતી કરી છે અને ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી રહી છે.

ઉષાબેન વસાવાએ પ્રગતિશીલ ખેડૂત તરીકે અનેક એવોર્ડ મેળવ્યા

પાંચપીપળી ગામના ઉષાબેન દિનેશભાઇ વસાવા આદિવાસી વિસ્તારમાં કાર્યરત મહિલા સંગઠન અને પ્રગતિશીલ ખેડૂત તરીકે અનેક એવોર્ડ મેળવ્યા છે. સાગબારાની આગાખાન સંસ્થા સાથે રહીને ઉષાબેન સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારમાં નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ સાથે સક્રિય છે. જે આદિવાસી વિકાસમાં અનેક સેવાકાર્ય કરે છે. તેમના પતિ દિનેશભાઈ વસાવા પણ તેમની સાથે રહી આ ખેતીમાં મદદ કરે છે. આમ આજના યુગમાં રાસાયણિકને દવા કોટેટ બિયારણોથી ખેડૂતો ખેતી કરે છે, જેની સામે સજીવ ખેતી એકદમ દેશી પદ્ધતિથી ઓર્ગેનિક ખાતર વડે શુદ્ધ શાકભાજી, દેશી લાલ ડાંગર, શેરડી અને ઘઉં સહિત ચિજવસ્તુઓ ઉગાડીને એક દિશાસૂચક બની છે. ઉષાબેને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.

ઉષાબેન વસાવાની પ્રવૃતિઓ

  • 1. ઉષાબેન પ્રગતિશીલ મહિલા ખેડૂત છે, જેઓ અનેક મહિલા ખેડૂતોને ખેતીમાં નવીન કરવા પ્રેરે છે.
  • 2. દેશી બિયારણોની માવજત કરે છે, તેનું સંરક્ષણ કરે છે અને દેશી બિયારણ થકી ખેતી ખર્ચ ઘટાડી ખેતીમાં આવક વધારે છે.
  • 3. ઉષાબેન ઓર્ગેનિક શેરડીનું વાવેતર કરી સારી આવક મેળવે છે.
  • 4. આદિવાસી વિસ્તારમાં લાલ ડાંગરની શ્રી પદ્ધતિથી ખેતી કરી પાણીની બચત કરે છે.
  • 5. ઘઉં, શાકભાજી, બ્રોકલી અને લાલ જુવારનો પાક લઇને આવક વધારે છે.
  • 6. 300 મહિલા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે, મહિલાઓ પરંપરાગત ખેતી છોડી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી ખેતીમાં મહિલાઓને જોડી છે.

મહિલાઓ ઓર્ગેનિક ઉત્પાદનો વેચી રોજગારી પણ મેળવે છે

આગાખાન સંસ્થા કૃષિ મેળાથી સજીવ ખેતી કરવાની શીખ મેળવનાર ઉષાબેન પોતે પ્રયત્નો કર્યાં હતા અને તેઓને સફળતા મળી હતી. જેમનામાંથી અન્ય મહિલાઓએ પ્રેરણા લીધી હતી અને આજે અન્ય બહેનો પણ સજીવ ખેતી કરતી થઈ છે. આજે 3 હજાર હેક્ટર જમીનમાં સજીવ ખેતી કરે છે. અને આજે 300થી વધુ બહેનો તેમની રાહ પર સજીવ ખાતી કરે છે. હવે દેશી લાલ ડાંગર કરી લાલ ચોખા સહિત અન્ય ઓર્ગેનિક ઉત્પાદનો વેચી રોજગારી પણ મેળવી રહ્યા છે.

અમે બજારમાંથી બિયારણ પણ લાવતા નથી. જાતે ઉગાડીએ છીએ

મારા પિયરમાં આવેલી 3 એકર જમીનમાં મે સજીવ ખેતી કરતા મને સફળતા મળી હતી. જેથી મે અન્ય બહેનોને પણ સજીવ ખેતી કરી હતી. હવે આ ખેતી થકી ફાયદો થવા લાગ્યો હતો. આમ એક પછી એક બહેનો વધતી ગઇ અને અમે બજારમાંથી બિયારણ પણ લાવતા નથી. જાતે ઉગાડીએ છે કેમ કે બહારનું બિયારણ કેમિકલવાળું હોય છે એટલે અમે દેશી બિયારણ વાવીએ છે. દવામાં અમે ગૌમૂત્રનો અને છાણનો ઉપયોગ કરીને પમ્પ વડે છંટકાવ કરીએ એટલે જીવ જંતુ મરી જાય છે. આમ અમે તમામ પદ્ધતિ દેશી વાપરી ખેતી કરીએ છે. ઓછા પાણી માં વધુ ઉત્પાદન મેળવીયે છે. મારી તમામ પ્રવૃત્તિમાં મારા પતિ અને માતા-પિતાનો ખુબ સહકાર મળે છે. એટ લેજ આટલું દોડવાની પ્રેરણા મળે છે.
ઉષાબેન વસાવા (મહિલા ખેડૂત , પાંચ પીપળી, સાગબારા, નર્મદા)

અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો