જામનગરમાં અંગદાનની ઐતિહાસિક ઘટનાનું પુનરાવર્તન, સાત લોકોને મળ્યુ નવજીવન

“છોટી કાશી” તરીકે પંકાયેલી જામનગરની પૂણ્ય ધરા પર વધુ એક વખત માનવતા મહેકી ઉઠી છે. શહેરના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતાવ કુરિયર પેઢીના સંચાલક વેપારી પર પેરેલીસીસનો એટેક આવ્યા પછી તેઓ બ્રેઈન ડેડ થઈ જતાં. તેઓના શરીરના લીવર-કિડની-આંખ વગેરે અવયવોનું દાન કરવામાં આવ્યું છે. અમદાવાદથી આવેલી નિષ્ણાંત તબિબોની એક ટુકડીએ શસ્ત્રક્રિયા સફળ રીતે પાર પાડી હતી. અલગ અલગ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવા તજવીજ કરી.

જામનગર શહેરમાં ત્રણ મહિનાના ટૂંકા સમયગાળામાં અંગદાનનો બીજો સફળ પ્રયોગ થયો છે. શહેરમાં કાર્ગો અને કુરીયર સર્વિસ ચલાવતા જીગ્નેશભાઈ કેશુભાઇ વીરાણીને બે દિવસ પહેલા પેરાલીસીસનો એટેક આવી ગયો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ આ વ્યક્તિ બ્રેઈન ડેડ જાહેર થયા હતા. જેને લઇને જીગ્નેશભાઈનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. પરંતુ હિંમતપૂર્વક સમગ્ર પરિવાર દ્વારા ઐતિહાસિક નિર્ણય કરીને જીગ્નેશભાઈના અંગોનું દાન કરવાનું નક્કી કરાયું.

રાજકોટમાં અંગદાન અંગેની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સંસ્થાની ટીમ જામનગર દોડી હતી. ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા અન્ય હોસ્પિટલનો સંપર્ક કરાયો હતો. આજે સવારે 9 વાગ્યે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી તથા અન્ય હોસ્પિટલના ૧૫ જેટલા તબીબોની ટુકડીઓએ ઓપરેશન વિધિ પાર પાડી હતી. સફળતાપૂર્વક તમામ અંગ કાઢી. પરત રવાના થઈ હતી. આંખને બાદ કરતાં લીવર અને બંને કિડની અમદાવાદની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ રહેલા દર્દીઓમાં આરોપણ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વિરાણી પરિવારના આ નિર્ણયથી જામનગરમાં ફરી એક વખત માનવતા મહેકી ઉઠી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો