લોકડાઉન બાદ સુરતમાંથી પ્રથમ વખત અંગોનું દાન કરાયું, ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી બ્રેઈનડેડ યુવતીના અંગદાનથી પાંચને નવું જીવન મળ્યું
ગણદેવી તાલુકાના ધમડાછા ભૂરાવાડીની દિશા દેવાંગભાઈ નાયક (ઉ.વ.આ.20)ના 16 જૂનના રોજ રાત્રે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો. બાદમાં યુવતીની સારવાર કરાવવામાં આવી રહી હતી. પરંતુ તબીબોએ નવસારીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને બ્રેઈનડેડ જાહેર કરી હતી. જેથી પરિવારે યુવતીના અંગોનું દાન કરીને પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું હતું. લોકડાઉન બાદ સુરતમાંથી પ્રથમ વખતે અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રિપોર્ટ બાદ બ્રેઈનડેડ જાહેર થઈ
તા. 16 જૂન ના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં દિશા પોતાના ઘરે ફાંસો ખાઈ જતાં તેને સારવાર માટે તાત્કાલિક ગણદેવીમાં આવેલ દમણિયા હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. વધુ સારવાર માટે તા. 17 જૂને દિશાને સુરતની સિડ્સ હોસ્પીટલમાં ડૉ. કરશન નંદાણીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહી અને ઓકસીજન નહીં પહોંચવાને કારણે મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું.રવિવાર તા.21 મી જૂનના રોજ ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.કરશન નંદાણિયા, ન્યૂરોફિજીશિયન ડો. ગૌરાંગ ઘીવાલા, ગેસ્ટ્રોલોજીસ્ટ રાજીવ મેહતા અને સર્જન ડો. કેયૂર ભટ્ટે દિશાને બ્રેનડેડ જાહેર કરી.
કોવિડ ટેસ્ટ બાદ અંગદાન કરાયું
દિશાનો COVID ટેસ્ટ કરાયા બાદ COVID ટેસ્ટ નેગેટિવ આવે ત્યાર પછી જ ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા શરૂ થઈ શકે તેમ હતી.COVID ટેસ્ટ નેગેટિવ આવતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દિશાના ફુઆ બંકિમભાઈ દેસાઇની સાથે રહી દિશાના પિતા અને માતા દેવાંગભાઈ અને શિલ્પાબેનની સાથે અંગદાન અંગેની ચર્ચા કરી. પરિવારજનોએ જણાવ્યુ કે અમને નિર્ણય લેવા માટે થોડા દિવસનો સમય આપો. શનિવાર, 27 જૂનના રોજ દિશાના ફુઆ બંકિમભાઈ દેસાઇએ નિલેશભાઈ માંડલેવાળાને ટેલિફોન કરી દિશાના માતા-પિતા તમને મળવા માંગે છે તેમ જણાવ્યુ. નિલેશભાઈ માંડલેવાળાએ હોસ્પિટલ પહોચી દિશાના માતા-પિતા દેવાંગભાઈ અને શિલ્પાબેન તેમજ પરિવારનાઅન્ય સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવી તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. દિશાના પિતા દેવાંગભાઈ અને માતા શિલ્પાબેને જણાવ્યુ કે અમારી દીકરી દિશા ફિજીયોથેરાપીસ્ટ બનીને સમાજમાં લોકોની સેવા કરવા માંગતી હતી. આજે તે બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
કિડની અમદાવાદ મોકલાઈ
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યુ. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું.દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

