ઓનલાઈન શોપિંગ કરતા લોકો માટે ખાસ જાણવા જેવો કિસ્સો, ઑનલાઈન મંગાવ્યો રૂપિયા 28 હજારનો ફૉન, પેકેટ ખોલ્યું તો નીકળી આ વસ્તુ

શોપિંગ વેબસાઈટ પરથી મોંઘો મોબાઈલ મંગાવવાનું એક મહિલાને ભારે પડી ગયું, કારણકે જ્યારે આ મહિલાએ પેકેટ ખોલ્યું તો ચોંકી ગઈ. ઓનલાઈન મંગાવેલા ફોનની જગ્યાએ પેકેટમાંથી સાબુ નીકળતા આ મહિલાએ ઓનલાઈન કંપનીના હેલ્પલાઈન નંબર અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરંતુ, હજુ સુધી તે ઑનલાઈન કંપની તરફથી આ મુદ્દે આગળ કોઈ કાર્યવાહી કરવા માટેનો જવાબ મળ્યો નથી.

પ્રાપ્ત જાણકારી મુજબ, નોઈડાની આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી મહિલાએ એક શોપિંગ વેબસાઈટ પર રૂપિયા 28 હજારનો મોબાઈલ ઓર્ડર કર્યો હતો. જ્યારે ડિલિવરી બૉય આ મોબાઈલનું પેકેટ લઈને પહોંચ્યો અને આ મહિલાએ પેકેટ ખોલીને જોયું તો તેમાં મોબાઈલની જગ્યાએ સાબુ હતો.

આ પેકેટમાં સાબુની સાથે મોબાઈલનું ચાર્જર પણ હતું. આ સ્માર્ટ મહિલાએ જ્યારે ડિલિવરી બૉયે મોબાઈલનું પેકેટ ખોલ્યું તે ઘટનાનું રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં મહિલાએ 100 નંબર પર પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close