હવે પોલીસ પણ નથી સુરક્ષિત! સુરતના પૂર્વ પોલીસ કમિશનરના ખાતામાંથી OTP વગર પૈસા ઉપડતા છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળ્યું

રાજ્યમાં દરરોજ ઓનલાઈન બેંકોના ખાતા સાથે ઠગાઈના સમાચાર તો વાંચ્યા હશે, પણ આજે એક એવી ઘટના બની છે, જેણે જાણીને એવું લાગશે કે હવે રાજ્યનું પોલીસ વિભાગ પણ સુરક્ષિત નથી! સામાન્ય વ્યક્તિ સાથે ઠગાઈ થાય તે સમજ્યા પરંતુ અહીં તો સુરતના નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્મા સાથે છેતરપીંડી થઈ છે.

સુરત શહેરના પૂર્વ પોલીસ કમિશનર આઇપીએસ સતિષ શર્મા હાલ સુરત ખાતે રહે છે. તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 4899 ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. કોઇ અજાણ્યા શખસે તેમને ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હોવાથી તેમણે છેતરપિંડીની ફરિયાદ સુરતના સાઇબર ક્રાઇમમાં નોંધાવી હતી.

સુરત સાઇબર ક્રાઇમે ફરિયાદ લઇ સ્ટેટમેન્ટ આધારે વધુ તપાસ હાથ ધરી છે. જોકે ઓટીપી ન આવ્યો હોવાથી કેવી રીતે પૈસા કપાયા તેની જીણવટભરી તપાસ હાથ ધરી છે. અગાઉ સુરત રેન્જના આઇજીની પત્ની પણ પોતાના પૈસા પરત લેવા ગયા અને ઠગ ટોળકીએ તેમની સાથે પણ છેતરપિંડી કરી હતી.

સુરતના પૂર્વ પોલીસ કમિશનર આઇપીએસ સતિષ શર્મા તાજેતરમાં જ નિવૃત થયા છે. તેઓ હાલ સુરતના એક ફ્લેટમાં રહે છે અને તેમનું બેંક એકાઉન્ટ ગાંધીનગરની બેંકમાં આવેલું છે. તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો હતો કે, તમારા ખાતામાંતી રુ.૪૮૯૯ ઉપડી ગયા છે. તેના આધારે તેમને તપાસ કરતા ખાતામાંથી પૈસા ઉપડી ગયા હોવાથી તેમણે સુરત સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો.

સુરત સાઇબર ક્રાઇમમાં તેમણે અજાણ્યા શખસો સામે છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી. તેમનો પાસવર્ડ ચોરી કે પછી કોઇ પણ રીતે ઠગ ટોળકીએ રુ.૪૮૯૯ ઉપાડી લીધા હતા. સતીષ શર્માના મોબાઇલ પર ઓટીપી નંબરનો મેસેજ આવ્યો ન હોવાથી કેવી રીતે ઉપડી ગયા તેની જીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં કોઈ અજાણ્યા શખ્સે રિટાયર્ડ પોલીસ કમિશનરનો ડેબિટ કાર્ડ નંબર અને પાસવર્ડ ચોરી કરી ડેબિટ કાર્ડમાંથી રૂ. 4899નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ચાર મહિના પહેલાં પોલીસ કમિશનર સતીશ શર્મા સુરત ખાતેથી રિટાયર્ડ થઈને સુરતમાં જ સ્થાયી થયા છે.

જોકે તેમણે તાત્કાલિક આ મામલે ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમની ટીમ આરોપીને શોધવા લાગી ગઈ છે. સાયબર ક્રાઇમ ઉપરાંત શહેરનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં રૂપિયા ઊપડી જવા બાબતે 2019ના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અંદાજીત 120થી વધુ ગુનાઓ નોંધાયા છે, જેમાંથી મોટા ભાગના ગુનાઓ હજુ સુધી ઉકેલાયા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો