દશમાં ધોરણની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા 2 વિદ્યાર્થીઓનું બાઇક સ્લીપ થતા પરીક્ષા આપે તે પહેલા જ એક વિદ્યાર્થીનું મોત, અન્ય વિદ્યાર્થી ઇજાગ્રસ્ત

ધો-10ની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા ભદામ ગામના 2 વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

બાઇક સ્લીપ ખાઇ જતાં બંને વિદ્યાર્થીઓ નીચે પટકાયા

ભદામથી માંગરોળ બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા બે વિદ્યાર્થીઓનું બાઇક ગુવાર ગામ પાસે સ્લીપ ખાઇ ગયું હતું. જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ વિદ્યાર્થીનો માંગરોળ સ્કૂલમાં પરીક્ષા આપવાનો હતો. જોકે પરીક્ષા આપે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

એક વિદ્યાર્થીને ચક્કર આવતા હોસ્પિટલમાં દાખલ

ગાડિત ગામનો ધો-10નો વિદ્યાર્થી રાજ મોવાસી વસાવા અચાનક બિમાર પડ્યો હતો. ઘરેથી 8:30 કલાકે પરીક્ષા આપવા જઇ રહ્યો હતો, ત્યારે અચાનક ચક્કર આવી પડી જતા રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો