સુરતમાં સાળા-બનેવી વચ્ચે લોહીયાળ ઝઘડો: બનેવીએ ચપ્પુ મારીને કરી સાળાની હત્યા- બહેનને ત્રાસ આપવા બાબતે ઠપકો આપતા મામલો બીચક્યો

સુરત શહેરના કતારગામમાં (Katargam) છેલ્લા કેટલાક સમયથી સાળો અને બનેલી ભાગીદારીમાં વેપાર (Business) કરતા હતા. આ દરમિયાન સાળાને એવી માહિતી મળી હતી કે તેના બનેવી તેની બહેનને ત્રાસ આપે છે અને દરરોજ ઝઘડા કરે છે. આ મામલે સાળાએ બનેવીને ઠપકો આપતા બનેવી અને સાળા વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બનેવીએ સાળા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે બાદમાં સાળાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર :b:દરમિયાન સાળાનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઇ લેતા બનેવીએ પોતાના સગા સાળાની કરપીણ હત્યા કરી નાખી છે. સુરતના કતારગામ ખાતે આવેલા નંદનવન સોસાયટી ખાતે રહેતા જયેશભાઈ પ્રજાપતિ તેમના બનેવી મહેશ પ્રજાપતિ સાથે ભાગીદારીમાં સાડીમાં સ્ટોન સહિતના વર્કનું કામકાજ કરતા હતા.

બનેવી મહેશ પ્રજાપતિ બહેનને ત્રાસ આપતા હોવાથી પતિ-પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતા. આ મામલે ગતરોજ પોતાની બહેનને ત્રાસ આપતા બનેવી મહેશને તેનો સાળો જયેશ ઠપકો આપવામાં આવ્યો હતો. આ મામલે બનેવી અને સાળા વચ્ચે પહેલા તો ઝઘડો શરૂ થયો હતો. જોત જોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઇ લેતાઉશ્કેરાયેલા બનેવી મહેશે સાળા જયેશને ગળાના ભાગે તેમજ પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.

ગંભીર રીતે ઘાયલ થયેલા જયેશને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. બપોરે બનેલી ઘટના બાદ મોડી સાંજે સારવાર બાદ જયેશ પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. જોકે, ઘટનાની જાણકારી મળતા કતારગામ પોલીસ દોડી આવી હતી. આ મામલે પોલીસે મોડી રાત્રે બનેવી મહેશ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો