કોરોના વાયરસનો 1 દર્દી 59,000 લોકોમાં ફેલાવી શકે છે સંક્રમણ! લોકોને સોશિયલ ડિસ્ટનસીંગ પર અમલ કરવાની અપીલ

એક અનુભવી ડોકટરનું કહેવું છે કે એક કોરોના વાયરસ પીડિત 59,000 લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે. યૂનિવર્સિટી કોલેજ લંડનના ઇન્ટેન્સિવ કેર મેડિસિનના પ્રોફેસર ડૉ. હ્યુ મોન્ટગોમરરીનું કહેવું છે કે કોરોના વાયરસ બહુ માત્રામાં સંક્રમણ ફેલાવતો વાયરસ છે.

ડેઇલી મેઇલના રિપોર્ટ અનુસાર એક ચેનલ સાથેની વાતચીતમાં ડૉ. હ્યુએ વિગતવાર સમજાવ્યું છે કે કઇ રીતે એક સંક્રમિત વ્યક્તિથી હજારો લોકોમાં આ વાયરસ ફેલાઇ શકે છે. તેઓએ લોકોને સોશિયલ ડિસ્ટનસીંગ પર અમલ કરવાની અપીલ પણ કરી.

હ્યુએ કહ્યું કે જો તેઓને સામાન્ય ફ્લૂ હોત તો તેઓ સરેરાશ 1.3 થી 1.4 વ્યક્તિઓને સંક્રમિત બનાવત. ફ્લૂ દરમ્યાન અગાઉ સંક્રમિત વ્યક્તિ પણ અન્ય લોકોને સંક્રમિત કરે અને આ રીતે આગળ 10 વખત સંક્રમણનું આ ચક્ર ચાલું રહે છે તો કુલ 14 સંક્રમણના મામલાઓ થશે.

હ્યુએ ફ્લૂના કોરોના વાયરસ સાથે તુલના કરતાં તેમના જોખમ અંગે અવગત કરાવ્યા. તેઓએ કહ્યું કે કોરોના વાયરસ એક વ્યક્તિથી અંદાજે 3 વ્યક્તિઓમાં ફેલાય છે. હ્યુએ કહ્યું કે કોરોનાનું સંક્રમણ 1 થી 3 થઇ શકે છે અને જો આ 10ના લેયરમાં આગળ વધે તો તેનાથી 59,000 લોકોને સંક્રમણ થવાનો ભય રહેલો છે. ઉદાહરણ તરીકે 1 થી 3, 3 થી 9, 9 થી 27, 27 થી 81, 81 થી 243, 243 થી 729, 729 થી 2187, 2187થી 6561, 6561 થી 19683, 19683 થી 59,049 લોકોમાં સંક્રમણ ફેલાઇ શકે છે.

હ્યુએ કહ્યું કે કોરોના વાયરસ સાથે સંકળાયેલા આંકડાઓને ઓછા કરીને નહીં બતાવીએ, ભલે કદાચ તે સાંભળવા ન ગમે. જો કે તેઓએ એવું પણ કહ્યું કે સંક્રમિત થનારા લોકોમાં કેટલાક બિમાર પડશે અને તેમાંથી કેટલાક ને ICUમાં રાખવાની જરૂર પડશે. જે બિમાર નહીં પડે તેઓ સંક્રમીત થઇને અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવતા રહેશે.

જણાવી દઇએ કે દુનિયાભરમાં કોરોના વાયરસના મામલાઓ તેજીથી વધી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં 600થી વધુ કન્ફર્મ કેસો સામે આવ્યા છે જ્યારે 11 લોકોનું મોત નિપજ્યું છે અને 46 લોકો સાજા થઇ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો