1 જૂન 2020થી આખા દેશમાં એક સમાન રાશન કાર્ડ બનશે, કેન્દ્ર સરકારે ડિઝાઇન રજૂ કરી, આ કાર્ડથી કોઈ પણ રાજ્યની રાશનની દુકાનમાંથી ખરીદી કરી શકશે

કેન્દ્ર સરકારે ‘એક દેશ એક રાશન કાર્ડ’ યોજના અંતર્ગત રાશન કાર્ડની નવી ડિઝાઇન તૈયાર કરી છે. સરકારે રાજ્ય સરકારને નવા રાશન કાર્ડ બનાવવા માટે આ નવી ડિઝાઇનનો ઉપયોગ કરવા માટે આદેશ આપ્યા છે. વર્ષ 2020માં 1 જૂનથી આખા દેશમાં એક સમાન રાશન કાર્ડ બનાવવા માટે સરકારે આ મુહિમ શરૂ કરી છે.

રાજ્ય સરકારે 10 ડિજિટનો રાશન નંબર જાહેર કરવાનો રહેશે

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને 10 ડિજિટનો રાશન નંબર જાહેર કરવા કહ્યું છે. તેમાં પ્રથમ 2 ડિજિટ રાજ્યનો કોડ, બીજા 2 ડિજિટ ચાલુ રાશન કાર્ડ નંબર હશે. આ સિવાયના ડિજિટ રાશન કાર્ડધારકના પરિવારના દરેક સભ્યની યુનિક આઈડી પ્રદર્શિત કરશે. ખાદ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર NFSA (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) અંતર્ગત દેશમાં રાશન કાર્ડના 75 કરોડ લાભાર્થીઓ છે.

‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજનાનો ફાયદો

આ યોજનાથી રાશનકાર્ડ ધારક સરકાર માન્ય કોઈ પણ રાશનની દુકાનથી રાશન ખરીદી શકશે. તેનાથી લાભાર્થીઓની દુકાનદારો પર નિર્ભરતા ઘટી જશે અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. ઉપભોક્તા મામલાના મંત્રી રામ વિલાસ પાસવાનના જણાવ્યા અનુસાર, આ યોજનાથી નોકરી માટે અન્ય રાજ્યોમાં વસવાટ કરતા લોકોને ફાયદો થશે. હાલના સમયે આંધ્રપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાં 100% દુકાનો પર POS મશીન લગાવી દેવામાં આવી છે. ‘વન નેશન વન રાશન કાર્ડ’ યોજના લાગુ થવાથી દેશભરની તમામ PDS (પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ) દુકાનો પર POS મશીન લગાવવું આવશ્યક બની જશે.

IMPDS

IMPDS (ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ) અંતર્ગત કેટલાક રાજ્યોના રાશનકાર્ડ ધારક અન્ય રાજ્યની કોઈ પણ રાશનની દુકાનથી રાશનની ખરીદી કરી શકશે. તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ત્રિપુરા સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો