સુરતના લિંબાયતમાં વધુ એક હત્યા, સામાન્ય બાબતમાં મોડી રાત્રે મિત્રના હાથે મિત્રની હત્યા, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો

સુરતમાં હત્યાના બનાવોમાં સતત વધારે થઈ રહ્યો છે. ગતરોજ સુરતના લિંબાયત વિસ્તાર (Surat limbayat area)માં મોડી રાત્રે સામાન્ય બાબતે એક મિત્રએ બીજા મિત્રની નિર્મમ હત્યા (Murder case) કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી મિત્રની હત્યા કરનાર મિત્રની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ગુનાખારો (Surat crime rate)ની બનાવો સતત વધી રહ્યા છે. દુષ્કર્મ, હુમલો કે પછી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થા (law and order situation)ની સ્થિતિ દિવસને દિવસે બગડી રહી છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. 48 કલાકમાં સુરતમાં હત્યાનો ગુનો દાખલ થતો હોય છે. હવે વધુ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે કાંતિનગર ખાતે એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રહેતો મુસ્તાક નામનો યુવાન તેના ઘર પાસે બેઠેલો હતો તે સમયે તેનો અન્ય એક મિત્ર આવ્યો હતો. બંને મિત્રો વચ્ચે કોઇ સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને હુમલો કરાયો હતો. જેમાં ઘટના સ્થળે જે યુવકનું મોત થયું હતું.

ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે હાહાકાર મચી ગયો. લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આ વિસ્તારમાં દર 48 કલાકે એક હત્યાની ઘટના સામે આવતી હોય છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, ત્યાં સુધી હત્યા કરનાર યુવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીએ પોતાના મિત્રની હત્યા કયા કારણોસર કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓને લઈને લાંબા સમયથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રિયતાના પગલે આ પ્રકારની હત્યા જેવી ગંભીર ઘટનાઓ સતત બનતી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો