વડોદરામાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવતાં ખળભળાટ: સગીરાનું અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું; પાવાગઢ લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું

વડોદરા શહેરમાં વધુ એક લવજેહાદનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચ્યો છે. વડોદરામાં છેલ્લા એક અઠવાડિયામાં લવજેહાદના બે કેસ નોંધાઈ ચૂક્યા છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીરાને મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણ લગ્નની લાલચે અપહરણ કરી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. કારેલીબાગ પોલીસે મયુદ્દીનને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રહસ્યમયરીતે સગીરા ગુમ થઈ ગઈ હતી
શહેરમાં લવજેહાદના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. કારેલીબાગમાં શ્રમજીવી પરિવાર રહે છે. તેઓની મોટી સગીર પુત્રી ગત 2જી તારીખે રાતે તેના ઘરેથી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. પરિવારજનોએ સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ તેની ભાળ મળી નહતી. જોકે એક મહિના અગાઉ કાસમઆલા કબ્રસ્તાન નજીક ઇન્દીરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતો અને મજૂરી કામ કરતો મયુદ્દીન ઉર્ફે મયુર પઠાણ તેઓના ઘરે બેસવા આવતો હતો. જે તેઓની પુત્રીને એકાંતમાં શારીરિક અડપલાં કરતો હતો.

અનેક વખત દુષ્કર્મ આચર્યું
તે સમયે સગીરાની માતાએ આમ ન કરવા માટે ઠપકો આપ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં રાખી પરીવારે મયુદ્દીનના ઘરે જઈ તપાસ કરી હતી તો તે મળ્યો નહતો. પરીવારે જાણ કરતાં કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે બંનેને પાવાગઢ નજીકનાં ગામડામાંથી બંનેને ઝડપી લીધાં હતાં. પોલીસની પૂછપરછ મયુદ્દીન ઉર્ફે મયુર તેને લઈને પાવાગઢની તળેટી, બાસ્કા અને બીજાં અનેક ગામોમાં ફર્યો હતો. તેણે સગીરા પર અનેકવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

9 જૂનનો કેસ
શહેરની રણોલી ચોકડી પાસે સુપ્રીમ ઓટો પાર્ટ્સ પાછળ રહેતા અમાનતતુલ્લાહ ઉર્ફે રાજા મનસુરઆલમ નામના યુવકે ત્યાંથી પસાર થતી સગીરાનો પીછો કરી વાતોમાં ફસાવી હતી. આ સગીરા માત્ર 15 વર્ષની છે અને ધોરણ 10 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. સગીરાએ વિધર્મી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે,અમાનતતુલ્લાહએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્રણ મહિના પહેલા તેણે લગ્ન કરવાની લાલચ આપીને અલગ અલગ રૂમમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઉપરાંત અમાનત દ્વારા સગીરાને મહાદેવનગર રોડવાળા ઘાસના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તે 10મા ધોરણની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતી હતી ત્યારે પણ અમાનતુલ્લાહ સગીરાને દુમાડ હાઇવે પર આવેલા ખેતરમાં લઇ ગયો હતો અને ત્યાં પણ તેણે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી તેને લગ્નની લાલચ આપીને ફરવા જવાના બહાને પણ લઇ ગયો હતો. ફરિયાદના આધારે છાણી પોલીસે યુવક સામે દુષ્કર્મ અને અપહરણનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

11 જાન્યુઆરીનો કેસ
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ છે. આ પહેલાં ભાગી ગયા બાદ વિધર્મી યુવકે યુવતી સાથે નિકાહ કરીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું અને ત્યાર બાદ યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પિતાનું મૃત્યુ થયું હતું અને પિતાના તેરમાની વિધિ પતાવીને હિન્દુ યુવતી ફરી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ હતી.

1 જાન્યુઆરીનો કેસ
વડોદરામાં સોશિયલ મિડીયાના માધ્યમથી મિત્ર બનેલા મુસ્લિમ યુવક ઝુબેર અલી ઝૂલફીકાર પઠાણે પરિણીતાને તેના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં પોલીસે યુવકનો મોબાઇલ ફોન કબજે કરી તપાસ કરતાં તેના મોબાઇલમાંથી તેણે તમામ ફોટા સહિતનો ડેટા ડિલીટ કરી દીધા હોવાથી આ ડેટા રીકવર કરવા પોલીસે ફોન જપ્ત કરી એફએસએલમાં મોકલવાની તજવીજ કરી હતી. બીજી તરફ 1 દિવસના રિમાન્ડ પુરા થતાં પોલીસે યુવકને જેલમાં ધકેલી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો