પાદરામાં ગણપતિની શોભાયાત્રામાં હાઇ ટેન્શન લાઇનના વીજ તારથી કરંટ લાગતા યુવાનનું મોત, જૂઓ વિડીયો

વડોદરા જિલ્લાના પાદરામાં ગણપતિની પ્રતિમાના આગમન સમયે લાઇટિંગ માટે ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇ ટેન્શનના લાઇનના વીજ તારને અકડી જતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો લાઇવ વીડિયો પણ બહાર આવ્યો છે. જેમાં યુવાન ટેમ્પા પર ઉભેલા યુવાનને ધ્વજ પાસેથી વીજ તાર હટાવવાનું કહે છે. આ સમયે ધ્વજ વીજ તારને અકડ્યો હતો અને યુવાન ધ્વજ અને ટેમ્પાને અડકેલો હોવાથી તેને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું

વડોદરા જિલ્લાના પાદરાના ગોવિંદપુરા યુવક મંડળ દ્વારા ગુરૂવારે મોડી રાત્રે ગણપતિ ઉત્સવની તૈયારીના ભાગરૂપે ગણપતિ પ્રતિમાની સવારી નીકળી હતી. આ સમયે લાઇટિંગના ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇટેન્શન લાઇનના વીજ તારને અડી જતા રાહુલસિંહ પ્રવિણસિંહ પરમાર (24)ને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને પાદરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે પાદરા તાલુકાના ડભાસા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મોત નીપજ્યું હતું.

ગણપતિ ઉત્સવની સવારી દરમિયાન મોતથી ગમગીની

ગણપતિ ઉત્સવના આગમનની સવારે સમયે જ વીજ કરંટથી યુવાનનું મોત થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અંકલેશ્વરમાં બે યુવકના મોત બાદ બીજી ઘટના બની

તાજેતરમાં જ અંકલેશ્વરમાં ગણપતિની સવારી દરમિયાન વીજ કરંટ લાગતા બે યુવાનના મોત નીપજ્યા હતા. આ ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં ફરીથી ગણપતિની સવારી દરમિયાન પાદરામાં એક યુવકનું મોત નીપજ્યું છે.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો

પાદરામાં ગત રાતે ગણપતિના આગમન દરમિયાન કરંટ લાગતા એક યુવાનનું મોત થયુ હતું. જે ઉત્તેજનાભરી બનેલી દયનીય ઘટનાનો વિડીયો સામે આવ્યો હતો. પાદરાના ગોવિંદપુરા યુવક મંડળના રાહુલસિંહ રાજપૂતનું જેમાં મોત કરંટ લાગવાથી થયુ હતું. જે વિડીયો પાદરાના સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. ટેમ્પામાં લગાવેલ ફલેગની દાંડી હાઇટેન્શન લાઇનને સ્પર્શતા ઘટના ઘટી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો