અમદાવાદમાં માતાને કોરોના પોઝિટિવ આવતા એક દિવસનું બાળક રઝળી રહ્યું છે, કોઈ સારવાર આપવા નથી તૈયાર

શહેરના વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે લોકોને સારવાર મળશે તેવી આશાથી જાય છે પરંતુ તેમને નિસાસો હાથ લાગે છે. એક દિવસના બાળક સાથે કોરોના પોઝિટિવ માતા ઠેરઠેર સારવાર માટે ભટકી રહી છે પણ કોઈ સારવાર માટે તૈયાર નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

માતાને કોરોના પોઝિટિવ આવ્યો

અમદાવાદના ગોમતીપુર રખિયાલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. એલ. જી. હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ તેમને બાળક સાથે રજા આપી દેવામાં આવી હતી. પણ આજે સવારે મહિલાને કોરોના પોઝિટિવ છે તે સામે આવ્યું હતું. આખરે એક દિવસના બાળકને કારની આગળની સીટમાં મૂકીને મહિલા જ્યાં ત્યાં તેની અને તેના બાળકની સારવાર માટે ફરી રહી છે.

ચિઠ્ઠી લખાવી લાવવા કહેવાયું

આ મહિલા તેના બાળકને લઈને ગોમતીપુર પાસેની અલ અમીન હોસ્પિટલમાં પહોંચી પણ ત્યાં હાજર લોકોએ કહ્યું કે, તમે ટ્રસ્ટીના સગા હોય કે એલ જીમાંથી ચિઠ્ઠી લખાવીને લાવો એમ કહીને દરવાજો બંધ કરી દીધો હતો. હાલ આ મહિલા તેના એક દિવસ ના બાળકને લઈને ફરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો