સુરતમાં તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો: કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મૃત્યુ થયા બાદ 11મા દિવસે સિવિલમાંથી કોલ આવ્યો તમારી માતા સારી છે!

સુરતમાં કોરોના વાયરસ (surat coronavirus cases) બેકાબૂ બન્યો છે, તેવામાં રોજબરોજ લોકોનાં મોત થઈ રહ્યા છે. તેવામાં સુરતમાં કોરોનાવાયરસના (surat corona mismanagment) મેનેજમેન્ટમાં સિવિલ હૉસ્પિટલની લાલિયાવાડી સામે આવવાની અનેક ઘટનાઓ ઘટી છે. આવી જ એક નવી ઘટનામાં સિવિલ હૉસ્પિટલ (civil hopsital surat) અને કોરોના કંટ્રોલરૂમ (surat corona control room) વચ્ચેના તાલમેલનો અભાવ સામે આવ્યો છે. જેમાં કોરોના કંટ્રોલરૂમ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીના પુત્રને ફોન (viral Audio of corona control room) કરીને કહેવામાં આવ્યું કે તમારા દર્દીની સ્થિતિ સારી છે, ડૉક્ટરો તેની સારી સારવાર કરી રહ્યા છે. તબિયત સ્થિતર છે. આ સાંભળીને મૃતકના પુત્રના પગ નીચેથી જમીન ધસી પડી અને તેણે કહ્યું કે ‘સાહેબ ફરી એક વાર ચેક કરો, મમ્મીને એક્સપાયર થયાને 11 દિવસ થઈ ગયા’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવની વિગત એવી છે કે થોડા દિવસો પહેલા શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા રૂકમા સુર્યવંશી (Rukma suryavanshi) નામના વૃદ્ધાનું કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન થયું હતું. દરમિયાન તેમના મોતના 11 દિવસ બાદ કોરોના કંટ્રોલરૂમમાંથી (Corona control room surat) તેના પુત્ર પવનને એક ફોન આવ્યો હતો.

આ ફોનમાં કોરોના કંટ્રોલ રૂમના પ્રતિનિધિ અને મૃતકના પુત્ર પવન વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ (Viral audio of surat corona control room) થયો છે. જેમાં સિવિલની માહિતીનો હવાલો આપીને કોરોના કંટ્રોલ રૂમનો પ્રતિનિધિ કહી રહ્યો હતો કે તમારા દર્દીની તબિયત સારી છે, ડૉક્ટરો તેમની સારી સારવાર કરી રહ્યા છે.

આ વાત સાંભળીને મૃતકના પુત્ર પવને કહ્યું હતું કે ‘ સાહેબ ફરી એક વાર ચેક કરો, તમને કોણે માહિતી આપી, કારણ કે મારા મમ્મી એક્સપાયર થયાના આજે 11 દિવસ થઈ ગયા’ આ ઘટના બાદ મૃતકના પુત્રને કોરોના કંટ્રોલરૂમમાંથી ફોન આવ્યો હતો અને તેમણે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી હતી.

રાજ્યમાં સરકાર દ્વારા દર્દીના પરિવારજનોને તેમની માહિતી મળે તે માટે આ પ્રકારના કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે કંટ્રોલરૂમ અને હૉસ્પિટલો વચ્ચે ડેટા મેનેજમેન્ટની લાલિયાવાડીનું આ જીવંત ઉદાહરણ છે. અગાઉ અમદાવાદમાં આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં મૃતકના પરિજનોને ફોન કરીને તેમને ડિસ્ચાર્જ કર્યા છે, લઈ જવા માટે સૂચના આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો