કોરોના વાયરસથી વ્યક્તિનું મોત થતાં પરિવારે જ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી, અંતિમ સંસ્કાર કરવા લોકો જ તૈયાર નથી, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

દેશમાં એક તરફ સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ આ વાયરસના કારણે થયેલા મોત બાદ અંતિમ સંસ્કાર માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પહેલા દિલ્હી, પછી મુંબઈ અને હવે પશ્ચિમ બંગાળમાં આવો જ મામલો સામે આવ્યો છે. અહીંયા તો પોતાના લોકોએ જ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. આ બધા પાછળનું કારણ છે લોકોમાં ફેલાયેલો ભ્રમ. સ્વાસ્થ્ય અધિકારીઓ કહી ચૂક્યા છે કે કોરોના સંક્રમિત શખ્સના મોત બાદ તેનાથી સંક્રમણનો ખતરો રહેતો નથી.

સ્મશાનની કરી નાકાબંધી, સમજવા તૈયાર જ નહીં

પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવરાના પહેલા વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે લોકોએ તે કહીને સ્મશાનની નાકાબંધી બંધી કરી દીધી કે ક્રિયા-કર્મથી વાયરસનો પ્રસાર થઈ શકે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે લગભગ બે કલાક સુધી સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે, સંક્રમણથી બચવા માટે પૂરતા પગલા લેવાયા છે. કોલકાતા પોલીસના એક અધિકારીએ કહ્યું કે, ‘અમે તેમને જણાવ્યું કે, મૃતકની લાશને લપેટવા સમયે, સરકારના આદેશો અનુસાર તમામ જરૂરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે. ડરવાની કોઈ જરૂર નથી’.

ન પરિવારમાંથી કોઈ આવ્યું, ન મળી શબવાહિની

સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, મૃતદેહ સોંપવામાં ખૂબ મોડું થયું કારણ કે પરિવારના સભ્યો હોસ્પિટલ આવ્યા નહીં. આ સિવાય, શબવાહિની પણ ન મળી રહી હતી. અધિકારીએ જણાવ્યું કે, મૃતકની પત્ની હાજર રહી અને બાદમાં મૃતદેહ સોંપાયો. હોસ્પિટલના એક અધિકારીએ કહ્યું, ‘સરકારના આદેશ અનુસાર, મૃતદેહ પર રસાયણોનો લેપ લગાવામાં આવ્યો અને બાદમાં તેને વિશેષ રીતે લપેટ્યો. અમે ગમે તેમ કરીને શબવાહિનીની વ્યવસ્થા કરી અને બાદમાં મૃતદેહ નીમતાલા સ્મશામગૃહમાં લઈ જવાયો’.

સોમવારે બપોરે થયું કોરોનાના દર્દીનું મોત

પશ્ચિમ બંગાળમાં સોમવારે કોવિડ 19થી સંક્રમિત એક વ્યક્તિનું મોત થયું હતું. ગયા અઠવાડિયે કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ 16 ફેબ્રુઆરીએ તેને હોસ્પિટલમાં ભરતી કરાયો હતો. 19 ફેબ્રુઆરીએ આ વ્યક્તિની સ્થિતિ ખરાબ થઈ હતી અને બાદમાં તેને વેન્ટિલેટર પર રખાયો હતો. સોમવારે બપોરે 3.30 કલાકે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

કોરોનાના દર્દીનું મોત, અંતિમ સંસ્કારમાં ન આવ્યો પરિવાર

આ પહેલા મુંબઈ અને દિલ્હીમાં પણ આવો કેસ સામે આવ્યો હતો. મુંબઈમાં કોરોના સંક્રમિત જે વ્યક્તિનું મોત થયું હતું, તેને કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની પત્ની અને દીકરો પણ કોરોના પોઝિટિવ હતા. પ્રોટોકોલના કારણે બંનેમાંથી કોઈ તેના અંતિમ સંસ્કારમાં ન આવી શક્યા.

સરકારે જાહેર કરી ગાઈડલાઈન

ભારત સરકારે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની મદદથી ગાઈડલાઈન તૈયાર કરી. જેમાં તે વાત પર ભાર મૂકવામાં આવ્યો કે મૃતદેહના અંતિમ સંસ્કારથી કોરોના ફેલાતો નથી. સાથે જ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર બાદ તેના તમામ દરવાજા, ફર્શ અને ટ્રોલીને સોડિયમ હાઈપોક્લોરાઈટથી સાફ કરવાનું કહેવાયું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો