વડોદરામાં વૃદ્ધાએ સિલાઇકામ કરી પુત્રને ઇજનેર બનાવ્યો, લોકડાઉનમાં તેણે ઓસ્ટ્રેલિયાથી ફોન પણ ન કર્યો, વિધાનસભાના સ્પીકરને ફોન કર્યો, ‘સાહેબ, 3 દિવસથી કંઈ ખાધું નથી’, કલાકમાં 3 માસ ચાલે તેટલું અનાજ મોકલાયું

મે મહિનાના લોકડાઉનમાં કોરોનાએ શહેરને હચમચાવી મૂક્યું હતું. એ દિવસો દરમિયાન એક બપોરે ગોત્રીની એક સોસાયટીમાંથી વૃદ્ધાએ MLA અને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને ફોન કર્યો. વૃદ્ધાએ કહ્યું ‘ હું ગોત્રીની સોસાયટીમાંથી બોલું છું. મારું નામ દેવકી છે. સાહેબ મેં 3 દિવસથી કાંઇ ખાધું નથી. ઘરમાં અનાજનો દાણો નથી…’ આ વાતને એક કલાક માંડ વિત્યો હશે, ત્યાં પાલિકાના એક અધિકારી તેમના ઘરે ટિફિન સાથે પહોંચ્યા. અધિકારીએ દરવાજો ખોલનાર સામે જોયું, એક વૃદ્ધા ધસડાતા પગે આવ્યા હતા.

અધિકારીએ ટિફિન ધરતાં વૃદ્ધાએ જવાબ આપ્યો, હું મરજાદી વૈષ્ણવ છું. કોઇના હાથનું ખાતી નથી. બીજા એકાદ કલાકમાં ત્રણ મહિના ચાલે તેટલો અનાજ-કરિયાણા અને જરૂર પૂરતા દૂધનો જથ્થો દેવકીબેનના ઘરે પહોંચી ગયો હતો. દેવકીબેન (નામ બદલ્યું છે) સાથે વાત કરી. ત્યારે હકીકતો હચમચાવી નાંખે એવી હતી. લગ્ન વિચ્છેદ બાદ પરિવારમાં દાદી જ હયાત હતા. મારા દાદી રાજમહેલમાં સિલાઇકામ કરતા હતા. આ હુન્નર મારામાં પણ હતું, જે મારી કમાણીનો આધાર બન્યો.

સ્વપ્નિલને મોટો માણસ બનાવવો એ જ સપનું હતું.’ ઘરે ઘરે જઇને સિલાઇકામ માગીને કામ કરતા કરતાં જ દીકરાને મોટો કર્યો. મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી. તેનું લગ્ન કરાવ્યું. 12 વર્ષ પહેલા ઘરવાળીને લઇને ઓસ્ટ્રેલિયા ગયો. 12 વર્ષથી હું આ બંગલામાં એકલી જ રહું છું. મદદ માટે બે-ત્રણ મહિને એકવાર ચારેક હજાર રૂપિયા મોકલે છે. પણ કોરોના ફાટ્યો પછી પૈસા પણ ન આવ્યા, તેના ફોન પણ આવવાના બંધ થઇ ગયા.

એ બહેનના અવાજમાં ભારોભાર વેદના હતી

મને યાદ છે કે, દેવકીબેને ફોન પર રડતા રડતા હાલત જણાવી હતી. ત્રણ દિવસથી ખાધુ ન હોવાથી તેમનો અવાજ પણ ધીમો થઇ ગયો હતો. તેથી મેં તુરંત જ મદદ મોકલવાનું નક્કી કર્યું અને મદદ માટે પાલિકાના એક જવાબદાર અધિકારીને મોકલ્યાં હતા અને ત્રણેક મહિના ચાલે તેટલું કરિયાણું મોકલ્યું હતું. – રાજેન્દ્ર ત્રિવેદી, વિધાનસભાના સ્પીકર

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો