જૂની પરંપરાને જીવંત રાખવા 11 બળદગાડા સાથે વરસાણી પરિવારની જાન કાનાવડાળાથી જામદાદર ગામ પહોંચી

જામકંડોરણા: કાનાવડાળા ગામનાં ખેડૂત પરિવારે જૂની પરંપરા જીવીત રાખવા બળદ ગાડામાં જાન લઈને જામદાદર પહોંચ્યા હતાં. કાનાવડાળા ગામના મથૂરભાઈ રણછોડભાઇ વરસાણીના પૂત્ર દર્શનના લગ્ન જામકંડોરણાના જામદાદર ગામના સુરેશભાઈ નરસીભાઈ રાબડીયાની પુત્રી દિગ્મીતા સાથે યોજાયા હતાં. વરવધૂના કુંટુંબીજનોએ જણાવ્યું હતું કે જૂની પરંપરા જીવીત રાખવા માટે વરસાણી પરિવાર દ્વારા જાન બળદ ગાડા સાથે આવશે તેમ નક્કી કરાયું હતું. જે મુજબ ગઈકાલે વરસાણી પરિવાર બળદગાડામાં જાન લઈને જામદાદર પહોચ્યું હતું. આ જાનમાં 11 ગાડા સાથે 200 જાનૈયા સામેલ હતાં. બળદગાડામાં આવેલી જાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં.

જુઓ વીડિયો..

જુઓ વીડિયો..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો