દીકરાએ માર મારી હાથ તોડી નાખ્યો, ચા વેચીને ગુજારો કરતા અમ્માં – બાબાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં મદદે આવ્યા લોકો

આજે ભલે દિલ્હીમાં બાબા કા ઢાબા ફેમસ છે પરંતુ થોડા સમય પહેલા તેમને કોઇ જાણતુ પણ નહોતું.

બાબા પોતાનું બનાવેલુ ખાવાનુ પણ નહોતા વેચી શકતા પરંતુ સોશ્યલ મિડીયાએ તેમનુ જીવન જ બદલી નાંખ્યુ. તો બીજી તરફ એવી ઘણી વાર્તાઓ છે જેમને તેમની મહેનતનું ફળ નથી મળી રહ્યું.

આવી જ એક વાર્તા છે દ્વારકા સેક્ટર-13 પાસે ચા વેચનારા અમ્મા-બાબાની. 70 વર્ના ઘરડુ દંપતિ રસ્તા પર ચા બનાવીને જીવન જીવવા પર મજબૂર છે. આ કપલની કહાની સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે.

બાબા તેમની વાત કહેતા કહે છે કે, તેમના જમાઇ અને દિકરાએ નશાની હાલતમાં તેમની સાથે માર-પીટ કરી અને હાથ તથા કમર તોડી નાંખી હતી. જે કદાચ ફરી ક્યારેય ઠીક નહી થઇ શકે.

દિકરાએ મારીને ઘરની બહાર કાઢી મૂક્યા, પરંતુ તેમની દીકરીએ ચા ની દુકાન ખોલવામાં તેમની મદદ કરી પરંતુ આ મહામારીના કારણે કોઇ ગ્રાહક નથી આવી રહ્યું. ગ્રાહક ન આવવાને કારણે તેઓ ગુજરાન નથી ચલાવી શકતા. ઘરડા દંપતિની આ કહાની સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો