મહેસાણા: 80 વર્ષીય માતાને મિલકત માટે ત્રાસ આપતા પુત્રો, વૃદ્ધાં રડી પડ્યાં, ‘સાહેબ જીવાડો કે પછી દવા આપીને મારી નાખો’

પતિના મૃત્યુ બાદ એકલવાયું જીવન જીવતા 80 વર્ષનાં સીતાબા જમીન માટે માર મારતા પુત્રોથી કંટાળી મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી સાહેબ, મને જીવાડો કે પછી ઝેર આપીને મારી નાખો તેમ કહીને રડી પડ્યા હતા. પુત્રોનો માર ખાઇને ફરિયાદ નોંધાવવા વસઇ પોલીસ સ્ટેશન પહોંચેલા વૃધ્ધાને પોલીસે પહેલાં તમે તમારા જામીનદાર લાવો પછી ફરિયાદની વાત કરો તેમ કહીને ધમકાવીને કાઢી મુક્યાનો પણ વૃધ્ધાએ આક્ષેપ કર્યો હતો.

વિજાપુર તાલુકાના દેવડા ગામનાં 80 વર્ષનાં સીતાબેન રણછોડભાઇ બારોટ વર્ષ 2004માં પતિના મૃત્યુ બાદ 2 પુત્રોએ રાખવાનો ઇન્કાર કરતાં એકલવાયુ જીવન જીવે છે. જોકે, તેમની 6 વીઘા જમીન પર નજર જમાવીને બેઠેલા પુત્રો દ્વારા જમીનના કાગળ પર અગૂંઠો કરાવવા દબાણ કરી ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથે વૃધ્ધા મંગળવારે મહેસાણા મહિલા સહાયતા કેન્દ્રમાં પહોંચી પુત્રોના ત્રાસથી બચાવવા રીતસર આજીજી કરી હતી. વૃધ્ધાના કહેવા મુજબ પુત્રોએ તેમના આધારકાર્ડથી માંડીને તમામ દસ્તાવેજો પડાવી લીધા છે અને આર્થિક ટેકો પણ કરતા નથી. પતિના મૃત્યુ સમયે પોતાની હાથમાં પહેરેલી બંગડીઓ વેચીને તમામ વિધિ પૂર્ણ કરી હતી.

પુત્ર અને પરિવારે માર્યો અસહય માર

બે દિવસ પૂર્વે અમદાવાદ રહેતો પુત્ર અને તેના પરિવારે અસહય માર માર્યો હોવાની વસઇ પોલીસમાં ફરિયાદ આપવા ગયેલાં વૃધ્ધાની ફરિયાદ લેવાનું તો બાજુમાં રહ્યું હાજર પોલીસકર્મીએ તેમને જામીનદાર લઇને આવવાની વાત કરી હતી. પુત્રોના ત્રાસથી ભાંગી પડેલાં વૃધ્ધા મને જીવવા દો કે પછી મને ઝેર આપીને મારી નાખો તેમ કહેતાં હાજર પોલીસ પણ વિચારમાં મુકાઇ હતી. અહીં મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી આપનાર વૃધ્ધાએ ડીવાયએસપી મંજીતા વણઝારાને મળવા તજવીજ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો