ઘોર કળિયુગ! અમદાવાદમાં દીકરાએ વહુ અને તેના પરિવાર સાથે મળીને 70 વર્ષના વૃદ્ધને ઘરમાંથી કાઢી મૂક્યા

કળિયુગમાં સંતાનો માતા-પિતા સાથે દુર્વ્યવહાર કરતા હોવાના અગણિત દાખલાઓ સામે આવતા રહે છે. આવો જ એક બનાવ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. કળિયુગી પુત્રએ 70 વર્ષના પિતાને વહુ સાથે મળીને ઘરમાંથી કાઢી મૂક્યા છે. હાલ હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યાર માતા-પિતાને જાત્રા કરાવવાનું વિશેષ મહત્વ હોય છે જેના નામ સાથે સંબંધે છે એવા શ્રવણ કુમારે માતા-પિતાને કાવડમાં બેસાડીને જાત્રા કરાવી હોવાની વાયકા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વૃદ્ધના પોલીસ સ્ટેશનમાં જ ચોધાર આસું વહ્યા

સરખેજ પોલીસ સ્ટેશનમાં 70 વર્ષીય વૃદ્ધ ભુપેન્દ્રભાઈ ત્રિવેદીએ પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોઁધાવી છે. તેઓ પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસ સ્ટાફ પૂછ્યું કે દાદા કેમ આવ્યા છો? વૃદ્ધ આટલું સાંભળતા જ ચોધાર આસુંએ રડવા લાગ્યા હતા. પરિસ્થિતિ સમજીને પોલીસ સ્ટાફે તેમને સાંત્વના આપવા લાગ્યો હતો.

પુત્ર માટે મકાન પણ વેચી રૂપિયા આપ્યા

પોલીસની સાંત્વના બાદ વૃદ્ધ થોડા સ્વસ્થ થયા હતા અને પોતાની આપવીતી સંભળાવી હતી. તેમણે થોડી વારમાં પોલીસને કહ્યું મારી પત્નીનું થોડા મહિના પહેલા મૃત્યુ થયું છે. મારો એકનો એક દીકરો છે અને દીકરાને મકાન લેવું હતું એટલે મેં મારું ઇસનપુરવાળું મકાન વેચીને તેને 15 લાખ રૂપિયા આપ્યા હતા.

થોડા સમયમાં જ દીકરો અને વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા

વૃદ્ધ ઈસનપુરનું મકાન વેચી પુત્રને 15 લાખ આપતા પુત્રએ મકરબા સરખેજમાં એક ફ્લેટ ખરીદ્યો છે. વૃદ્ધ કહે છે કે, થોડા સમય બાદ મારો દીકરો તેની પત્ની અને પત્નીના પરિવારજનો મને ઘરમાંથી જતા રહેવા સતત કહેતા હતા. જેથી હું મારી ભાણીના ઘરે જતો રહ્યો હતો. હાલ તહેવાર હોવાથી મારા દીકરાના ઘરમાં પૂજા છે, જેથી હું દર્શન કરવા માટે ગયો તો બધાએ મને ત્યાંથી જતા રહેવા માટે કહ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે ભુપેન્દ્રભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો