રેલવે સ્ટેશન પર પેસેન્જર્સનું આ રીતે થાય છે ચેકિંગ? ફોન પર વાત કરતા કરતા કોરોનાની ‘તપાસ’ કરતા રેલવે અધિકારીનો વિડીયો વાઈરલ
ભારતમાં કોરોના વાયરસના કેસ દિવસે અને દિવસે વધી રહ્યા છે. ત્યારે સરકાર પણ કહી રહી છે કે, આ વાયરસ ખતરનાક છે તો કોઈએ લાપરવાહી રાખવી નહીં અને સાવધાન રહેવું. એવામાં એક તપાસ કરતાં માણસનો વીડિયો સામે આવ્યો છે અને લોકોનો પિત્તો ગયો છે. એક અધિકારી ખુ જ મોટી લાપરવાહીથી લોકોની તપાસ કરી રહ્યો છે. આ જોઈને લોકો લાલચોળ થઈને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. તમે જોશો તો તમને પણ ગુસ્સો આવશે. લોકોએ વીડિયો જોઈને મોટી મોટી ગાળો ભાંડી છે. બધાના મુખેથી અભદ્ર શબ્દો નીકળી રહ્યા છે.
WOW! Salute to this officer for safely testing Indian Railways passengers. 2 bartan extra bajana inke liye Sunday ko. pic.twitter.com/S27hfA1uvt
— 𝘼𝙖𝙦𝙞𝙗 𝙍𝙖𝙯𝙖 𝙆𝙝𝙖𝙣 (@aaqibrk) March 20, 2020
આ વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે અને હજુ લોકો વાયરલ કરી રહ્યા છે. વીડિયો શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, કમાલ છે! ભારતીય રેલની યાત્રી સુરક્ષાની તપાસ કરતા ઓફિસરને સલામ કરો. રવિવારના રોજ આના માટે બે વાસણ વગાડજો. જો કે આ વીડિયો ક્યાંનો છે અને કઈ તારીખનો છે એ વિશે કોઈ માહિતી આપવામા આવી નથી. તો જુઓ અહીં આ ઓફિસરની લાપરવાહી….
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

