વડોદરાની પારુલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને સાજા કરવા મ્યુઝિક થેરપીનો ઉપયોગ: PPE કિટમાં ડાન્સ કરીને હોસ્પિટલનો સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી ડર દૂર કરવાનો કરે છે પ્રયાસ

કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી મૂક્યો છે. કોરોનાની બીજી લહેરે અનેક લોકોના પરિવારો વેરવિખેર કરી દીધા છે, ત્યારે વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટી સ્થિત પારુલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જાય એ માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગીતો સાથે ડાન્સ કરીને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના સ્ટાફની સાથોસાથ દર્દીઓ પણ તાળીઓ વગાડીને સાથ આપીને કોરોનાને ભૂલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોરોનાના દર્દીઓને સાજા કરવા મ્યુઝિક થેરપીનો ઉપયોગ

કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંક ખૂબ જ વધી ગયો છે. વડોદરા શહેરમાં પ્રતિદિન 50થી વધુ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે, જેમાં કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન કોરોનાના ડરથી મોતને ભેટી રહ્યા છે. તો વળી કેટલાક લોકો હોસ્પિટલોમાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા દર્દીઓની લાશો જોઈને ગભરાઈને મોતને ભેટી રહ્યા છે. આવા વાતાવરણમાં દર્દીઓ ગભરાય નહીં અને તેમનામાં આત્મવિશ્વાસ વધે એ માટે વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીસ્થિત પારુલ હોસ્પિટલમાં દર્દીઓમાં વિલપાવર વધે અને સાજા થઇ જાય એ માટે મ્યુઝિક થેરપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

હોસ્પિટલનો સ્ટાફ કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્રફુલ્લિત કરવાનો પ્રયાસ કરે છે

કોરોનાગ્રસ્ત દર્દીઓને મ્યુઝિક થેરપી દ્વારા આપવામાં આવી રહેલી સારવારનો પારુલ હોસ્પિટલનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં હોસ્પિટલનો સ્ટાફ પીપીઇ કિટ પહેરીને કોરોનાગ્રસ્ત દર્દીઓના વોર્ડમાં જાય છે અને મ્યુઝિકના તાલે ફિલ્મી ગીતો વગાડી કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્રફુલ્લિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જાણીતા હિન્દી ફિલ્મ ગીત સોચના ક્યા, જો ભી હોગા દેખા જાયેગા… જેવા ગીતના તાલે હોસ્પિટલનો સ્ટાફ અને દર્દીઓ ઝૂમી રહ્યા છે. તેમની સાથોસાથ વોર્ડમાં દાખલ યુવાઓથી લઇ વૃદ્ધ દર્દીઓ પણ મ્યુઝિક સાથે તાળીઓથી તાલ મિલાવી પોતાને કોરોના થયો હોય તેવું થોડાક સમય માટે ભૂલી જઇ દિવસો પસાર કરી રહ્યા છે.

કોરોના વોર્ડમાં અપનાવવામાં આવેલી મ્યુઝિક થેરપીનો વીડિયોને લોકોએ આવકાર્યો

અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓનો વિલપાવર વધે અને ચિંતામુક્ત થાય એ માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા મ્યુઝિક થેરપી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પારુલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં અપનાવવામાં આવેલી મ્યુઝિક થેરપીનો વીડિયોને લોકોએ આવકાર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો