અમદાવાદમાં બ્રિજ નીચે બેફામ ડમ્પરના અકસ્માતનો વીડિયો વાયરલ, મોટી જાનહાનિ ટળી

અમદાવાદ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અને તેના આવન જાવન માટે ચોક્કસ સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. છતાં બેફામ ડમ્પરો અને ટ્રકો દોડતી હોય છે. એસજી હાઇવે પર ગોતાબ્રિજ નીચે ડમ્પરના અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક બેફામ ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલ્લી જતા ડમ્પરનો પાછળનો ભાગ ઉંચો થઈ ગયો હતો. ડ્રાઈવરે બેફામ ડમ્પર ચલાવતાં પાછળનો ભાગ ધડાકાભેર ઓવરબ્રીજ સાથે અથડાતો દેખાય છે સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી પરંતુ આ પ્રકારના ડમ્પરો શહેરમાં બેફામ દોડે છે. છતાં ટ્રાફિક પોલીસ તેને હપ્તા લઈ ચલાવવા મંજૂરી આપે છે.

આ અકસ્માતનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કોઈ જાગૃત કાર ચાલકે કેપ્ચર કરી લીધો હતો જેના કારણે ડમ્પર ચાલકની કરતૂત જોવા મળી હતી. બનાવની વિગત તપાસતા માલુમ થાય છે કે આ આ અકસ્માત અમદાવાદ શહેના હાર્દ સમા સરખેજ ગાંધીનગર (SG Highway Ahmedabad) હાઇવ પર આવેલા ગોતા ઓવરબ્રીજ નીચે બન્યો હતો.

કારમાંથી શૂટ કરવામાં આવેલા વીડિયોમાં એક ડમ્પર જોવા મળે છે. ડમ્પરનું હાઇડ્રોલીક્સ ખુલી જતા તેનું ઠાઠું ઊંચું થઈ ગયું હતું. આ ઠાઠાએ પહેલાં ટેલિફોનના વાયરને અડફેટે લેતા તોડી નાખ્યો હતો. જોકે, સાઇડ મીરર હોવા છતાં પણ આ ઘટનાની જાણ ડમ્પરના ચાલકને થઈ નહોતીં. આખરે જેનો ડર હતો એ જ થયું. ડમ્પરનું ઠાઠું ગોતા ઓવરબ્રિજ નીચે ધડાકાભેર અથડાયું અને ડમ્પર એક બાજુથી હવામાં અદ્ધર થઈ ગયું.

આ વીડિયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. લોકોની માંગણી છે કે ટ્રાફિક પોલીસ આ પ્રકારના વાહનોનાં દિવસે આવનજાવન પર રોક મૂકે. સરખેજ ગાંધીનગર હાઇવે અમદાવાદનો હાર્દ સમો વિસ્તાર છે. હવે આ હાઇવે શહેરનો જ મધ્ય ભાગ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ભારે વાહનોની પ્રવેશબંધી આ હાઇવે પર અનિવાર્ય બની ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો