નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચનારા 7 આરોપીની ધરપકડ: નર્સ બહેન ખાલી શીશી આપતી, ભાઈ એન્ટિબાયોટિક ભરીને રૂ. 8 હજારમાં દલાલોને વેચતો, દર્દીઓને 35 હજાર સુધીમાં મળતું

મધ્યપ્રદેશના રતલામમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાનું મોટું રેકેટ ઝડપાયું છે. એક યુવક આ રેકેટ નર્સ સાથે મળીને ચલાવતો હતો. નર્સ મેડિકલ કોલેજમાંથી તેને રેમડેસિવિર ઇન્જેક્શનની ખાલી શીશી લાવી દેતી હતી. ભાઈ એમાં સામાન્ય એન્ટિબાયોટિક સેફ્ટ્રિક્સોન પાઉડર ભેળવીને એને ફેવિક્વિક સાથે ફરીથી પેક કરી દેતો હતો. ઇન્જેક્શનના ખાલી બોક્સ પર લખાયેલા દર્દીનું નામ સેનિટાઇઝરથી દૂર કર્યા બાદ એને કાળાં બજાર કરતાં 6થી 8 હજાર રૂપિયામાં વેચતા હતા.

દલાલો દ્વારા આ બનાવટી ઈન્જેકશન જરૂરિયાતમંદ ગ્રાહકોને 30થી 35 હજાર રૂપિયામાં વેચવામાં આવતું હતું. પોલીસે આ મામલે અત્યારસુધીમાં 7 આરોપીની ધરપકડ કરી છે. તેમાં રતલામની જીવાંશ હોસ્પિટલના ડો. ઉત્સવ નાયક, ડો. યશપાલ સિંહ, મેડિકલ વ્યવસાયી પ્રણવ જોશી, મેડિકલ કોલેજની નર્સ રીના પ્રજાપતિ, રીનાનો ભાઈ પંકજ પ્રજાપતિ, જિલ્લા હોસ્પિટલની કર્મચારી ગોપાલ માલવીય અને રોહિત માલવીય સામેલ છે.

આ રીતે ઝડપાઈ ગેંગ

પોલીસે શનિવારે રાત્રે જીવાંશ હોસ્પિટલમાં દરોડો પાડ્યો હતો અને ત્યાં ફરજ બજાવતા બે તબીબોને 30 હજાર સાથે ઈન્જેક્શનની ડિલિવરી આપતા રંગે હાથે ઝડપ્યા હતા. અહીંથી ડોક્ટર ઉત્સવ નાયક અને ડોક્ટર યશપાલ સિંહની પોલીસે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ઘટસ્ફોટ પર ફરાર આરોપી પ્રણવ જોશીની મંદસૌરથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી મેડિકલ કોલેજની નર્સ રીના પ્રજાપતિ અને તેનો ભાઈ પંકજ પ્રજાપતિ, ગોપાલ માલવીય અને રોહિત માલવીયનાં નામ સામે આવ્યાં છે. સોમવારે પોલીસે ચારેયની ધરપકડ કરી હતી.

નકલી ઈન્જેક્શનને તપાસ માટે સાગર લેબ મોકલવામાં આવશે

પોલીસે આરોપી પાસેથી નકલી ઈન્જેક્શન, સાધનો અને અન્ય વસ્તુઓ કબજે કરી છે. જપ્ત કરાયેલાં બનાવટી ઈન્જેક્શન અને સામગ્રીને ફોરેન્સિક તપાસ માટે સાગર લેબમાં મોકલવામાં આવશે. આ કેસમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. જે જીવન બચાવના ઇન્જેક્શનની કાળાં બજાર કરે છે તેમના પર લગામ લગાવવાની તૈયારી પોલીસ કરી રહી છે.

સિરિંજની જેમ રેમડેસિવિરની ખાલી શીશીઓનો પણ નાશ કરવો જોઈએ

બધી કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શન પાઉડર તરીકે વેચે છે. એનો ઉપયોગ કરતાં પહેલાં એનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ડો. અતુલ નાહર કહે છે કે એને ગમે ત્યાંથી લઈ જાઓ, એને પાઉડરના રૂપમાં જ લો. આમેય પણ તૈયાર ઇન્જેક્શન એક સમય મર્યાદા પછી ઉપયોગ કરી શકાતો નથી. કેટલાક લોકોને ખાનગી રીતે ઇન્જેક્શન અપાય છે, આ ખોટું છે. હોસ્પિટલોએ પણ સિરિંજની જેમ એની ખાલી શીશીઓનો પણ નાશ કરવો જોઈએ, જેથી એનો દુરુપયોગ ન થાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો