કેનેડામાં રહેતી બીલીમોરાની 40 વર્ષીય મહિલાનું કોરોનાથી કરૂણ મોત, પરિવારના સભ્યો ગમગીન

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે અનેક દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. બીજી બાજુ વિદેશોમાં વસતા મૂળ ગુજરાતીઓ પણ વૈશ્વિક મહામારી કોરોનાના ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે આજે નવસારી બીલીમોરાની મહિલાનું કેનેડામાં મોત થતા પરિવારના માથે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

બીલીમોરાની મહિલા છેલ્લા કેટલાંક સમયથી કેનેડામાં રહેતી હતી, પરંતુ કોરોના વાયરસે વિદેશોમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે તેની ચપેટમાં આ મહિલા આવી ગઈ હતી અને તેનું કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી બિલીમોરામાં રહેતા તેના પરિવારના સભ્યોમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, નવસારીના મૂળ બિલ્લીમોરાના ઝરીના શબ્બીર ચા વાળાનું કેનેડામાં કોરોનાથી મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. બિલ્લીમોરાના ઝરીના શબ્બીર ચા વાળા કેનેડાના મરખમ વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી રહેતા હતા. પરંતુ દુર્ભાગ્યવશ વૈશ્વિક બિમારી કોરાનાની ઝપેટમાં ઝરીના શબ્બીર ચાવાળાને ચેપ લાગ્યો હતો અને તેમને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ તેઓ કોરોના સામેના જંગમાં હારી ગયા હતા. કેનેડામાં રહેતી મુસ્લિમ પરિવારની 40 વર્ષીય મહિલાનું મોત થતાં નવસારીના બિલ્લીમોરામાં રહેતા પરિવારના સભ્યોમાં ગમગીન છવાઈ ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નોંધાયેલા વધુ 11 મૃત્યુ સાથે ગુજરાતમાં મોતનો આંકડો કુલ 112 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 217 નવા કેસો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 2624 પર પહોંચ્યો છે. જ્યારે 258 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે.

બુધવારે રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ એક ખાસ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. તે પ્રેઝન્ટેશન પ્રમાણે રાજ્યમાં હાઇ રિસ્ક કેટેગરીમાં આવતા દર્દીઓ એટલે કે 60 વર્ષથી મોટી ઉંમરના લોકો, બાળકો કે ગર્ભવતી મહિલા દર્દીઓ કરતાં કોરોના સિવાયની અન્ય બીમારી વિનાના દર્દીઓના મૃત્યુનું પ્રમાણ લગભગ પોણા બે ગણું વધુ છે.

રાજ્યના કુલ 2624 પોઝિટિવ કેસ પૈકી હાલ હોસ્પિટલમાં 2,125 દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમાંના 28 વેન્ટિલેટર પર છે જયારે 2112ની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 39,421 ટેસ્ટ કરાયા તે પૈકી 2407 પોઝિટિવ, અને 37014 નેગેટીવ હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો