સુરતના લગ્નમાં NRI સગીરા સાથે મોટો કાંડ: અમેરિકાથી પિતરાઇ ભાઇના લગ્નપ્રસંગમાં આવેલી 15 વર્ષીય સગીરા અડધી રાત્રે પ્રેમી સાથે ભાગી જતા ચકચાર
અમેરિકાથી પિતરાઇ ભાઇના લગ્નપ્રસંગમાં આવેલી 15 વર્ષીય સગીરા પ્રેમી સાથે ભાગી જતા ચકચાર મચી ગઇ છે. મધરાત્રે 1 વાગ્યે દાંડિયા-રાસમાંથી પરત ફર્યા બાદ પરિવારના સૂઇ ગયા બાદ સગીરા 2 વાગ્યે નાસી ગઇ હતી. સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર યુવક વિધર્મી હોવાની આશંકા હોય વરાછા પોલીસ દોડતી થઇ ગઇ છે. વેલેન્ટાઇન ડેના દિવસે પ્રકાશમાં આવેલી આ ઘટના ચર્ચાને ચગડોળે ચઢી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે અમેરિકાના ન્યુ જર્સી ખાતે છેલ્લાં 10 વર્ષથી સ્થાયી થયેલા પ્રવીણભાઇ પટેલ (નામ બદલ્યું છે)નો પરિવાર સુરત શહેરમાં વરાછા ખાતે રહે છે. પ્રવીણભાઇના મોટાભાઇના દીકરાના લગ્ન હોય ગત તા.3ના રોજ તેઓ પત્ની અને 15 વર્ષની દીકરી સાથે સુરત આવ્યા હતા. અહીં તેઓ વરાછામાં માતા-પિતા અને મોટાભાઇના ઘરે રોકાયા હતા.
ગત તા.13મીએ સાંજે લગ્ન પ્રસંગ નિમિત્તે સરથાણા ખાતે દાંડિયા-રાસનો પ્રોગ્રામ આયોજિત થયો હતો, જેથી પ્રવીણભાઇ તેમના પરિવાર સાથે દાંડિયારાસમાં ગયા હતા. રાત્રે 1 વાગ્યે પ્રોગ્રામ પૂર્ણ કરી તેઓ વરાછા પરત ફર્યા હતા અને બાદમાં પરિવારના તમામ સભ્યો સૂઇ ગયા હતા. 14મી તારીખે લગ્નપ્રસંગ હોય વહેલી સવારે પાંચ વાગ્યે તેઓ ઉઠી ગયા હતા.
દરમિયાન 15 વર્ષની દીકરી ઘરમાં નહિ દેખાતા તેઓ ચોંકી ગયા હતા. ઘરમાં તપાસ કરવા સાથે સ્થાનિક વિસ્તાર તથા મિત્રવર્તૂળમાં પણ તપાસ કરવા છતાં પુત્રીનો કોઇ પત્તો લાગ્યો ન હતો. મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતા ચિંતાતુર પરિવારજનોએ આખરે વરાછા પોલીસને આ અંગે જાણ કરી હતી. પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં સગીરા મધરાત્રે 2 વાગ્યે જતી દેખાઇ હતી. કપડાં સહિતનો સામાન લીધા વિના સગીરા ભાગી ગઇ હતી. પરિવારજનોની પૂછપરછમાં કોઇક યુવક પ્રેમજાળમાં ફસાવી તેણીને ભગાડી ગયો હતો. યુવક મુસ્લિમ હોવાની આશંકા હોય પોલીસ દોડતી થઇ ગઇ છે. વરાછા પોલીસે સગીરાના અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એનઆરઆઇ સગીરાને વિધર્મી યુવક પ્રેમના પાઠ ભણાવી ભગાડી જતા મામલો સંગીન બન્યો હતો. સગીરાનો મોબાઇલ બંધ હોય વરાછા પોલીસે ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો. પ્રાથમિક તપાસમાં યુવક સગીરાને લઇ મુંબઇ ગયો હોવાની આશંકાને આધારે પોલીસની એક ટીમ મુંબઇ રવાના થઇ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં ધો.10માં અભ્યાસ કરતી સગીરા ફક્ત બીજી વખત સુરતમાં આવી છે. સગીરા સોશિયલ મીડિયા થકી યુવક સાથે સંપર્કમાં આવી હોવાની શક્યતા છે. માતા-પિતા આ પ્રેમસંબંધથી અજાણ હોવાનું પોલીસે જણાવ્યું છે. સગીરાના આ કૃત્યથી સમગ્ર પરિવાર ઘેરા આઘાતમાં ડૂબી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

