NRI પટેલનો વતન પ્રેમ તો જુઓ: 63 વર્ષ પહેલા આફ્રિકા અને અમેરિકામાં સેટલ થયેલા બે પરિવારે ગામમાં પ્રાથમિક શાળાને એક કરોડનું દાન આપ્યું, ખાતમૂહુર્ત કર્યું

આજના યુગમાં સાચું દાન કોને ગણવું તે કહેવું મુશ્કેલ છે.પરંતુ શિક્ષણ અને આરોગ્ય માટે આપેલુ દાન શાસ્ત્રોમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે.વર્ષોથી આફ્રિકાના જાંબીયામાં વિશાળ કારોબાર અને જમીન ધરાવતા અને હાલ અમેરિકા અને કેનેડામાં કારોબાર ધરાવનાર બે એન.આર.આઇ પરિવારના પુત્રોએ જે ધરતી માતાની કોખમાં ઉછરીને મોટા થયા હતા. તે ધરતી પર માતાની સ્મૃતિ કાયમ જળવાઇ રહે તે માટે પેટલાદ તાલુકાના પંડોળી ગામના બે પુત્રોએ પોતાની માતાની સ્મૃતિ કાયમ જળવાઇ રહે તેમજ ગામના બાળકોને ઘર આંગણે સારૂ અને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે તે હેતુથી ગામમાં પ્રાથમિક શાળાના નવા મકાન બનાવવા માટે એક કરોડ પંદર લાખ રૂપિયા દાન આપીને વતનનું ઋણુ અદા કર્યુ છે.

વેપાર ધંધાની સાથે આફ્રિકામાં ખેતી કરી

પેટલાદ તાલુકાના પંડોળી ગામના વતની કાંતિભાઈ પરસોત્તમભાઈ પટેલ અને દિપકભાઈ ગિરધરભાઈ પટેલ આજથી 63 વર્ષ અગાઉ આફ્રિકામાં ગયા હતા.ત્યાં વેપાર ધંધાની સાથે ખેતીના વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યાં 800 એકર વધુ જમીન ધરાવે છે.હાલ તેઓના દીકરા અમેરિકામાં ડોક્ટરો છે અને ત્યાં સ્થાઇ થયા છે. તેમજ આફ્રિકા,કેનેડા અને અમેરિકામાં વિશાળ વ્યાસ ધરાવે છે.તેઓ જે ધરતી પર માતાની હૂંફ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવીને પગભર થઇ વિદેશમાં સારી નામના મેળવી છે. તેવા બંને પુત્રો દ્વારા માતૃશ્રીની યાદમાં 1 કરોડ 15 લાખના ખર્ચે તૈયાર થનાર રેવાબા એન્ડ ગંગાબા પ્રાથમિક કુમાર શાળાના નવિન મકાનનું ખાતમૂહુર્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિવેદિતા ચૌધરીની અધ્યક્ષતામાં દાતા કાંતિભાઈ પી.પટેલ પત્ની લલિતાબેન અને નવનીતભાઈ જી.પટેલ અને પત્ની તરૂણાબેન પરેશભાઈ કે. પટેલ ધર્મપત્ની મનિષાબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

ખાતમૂહુર્તમાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે આરોગ્ય સમિતિ ચેરમેન ચંદુભાઈ સોલંકી, નાયબ જિ.પ્રા.શિ સંજયભાઈ પટેલ, તા.પ્રા.શિ કમલેશભાઈ સોલંકી, શાળાના આચાર્ય મુકેશભાઈ ચૌધરી, બી.આર.સી સુરેશભાઈ ગઢવી.કે‌ળવણી નિરીક્ષક નટુભાઈ બિટ કેળવણી નિરીક્ષક મનુમિયાં સરપંચ જગદિશ સોલંકી તા.પં.સભ્ય રમેશભાઈ સોલંકી દિનેશભાઈ સોલંકી ડે.સરપંચ અરવિંદભાઈ એસ.એમ.સી અધ્યક્ષ ચિમનભાઈ સોલંકી સહિત ગામના અગ્રણીઓ પંચાયત સભ્યો દૂધ મંડળી સદસ્યો અને વાલીગણની ઉષ્માભરી ઉપસ્થિતિ જોવા મળી હતી.

અગાઉ પણ બંને દાતાઓએ વતનને ઋણ અદા કર્યુ છે

શૈક્ષણિક ક્ષેત્રે બંને એનઆરઆઇ વતનમાં અગાઉ પણ દાન આપ્યું હતું. નિવૃત શિક્ષક હસમુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે,નવિન શાળાના નિર્માણ દાતાઓ સમક્ષ મુકેલ પ્રસ્તાવને ફળીભૂત થવા ઉપરાંત 1998માં 16 લાખના ખર્ચે પી.જી પટેલ એન્ડ જી.એમ પટેલ કન્યાશાળા અને 2019માં 26 લાખના ખર્ચે કાંતિભાઈ પી.પટેલ અને દિપકભાઈ.જી.પટેલ પ્રાર્થનાખંડનું બાંધકામ તથા શાળાનું રિનોવેશન 2 લાખ 60 હજાર અને શાળા પ્રવેશ દ્વાર 2 લાખ 65 હજારના ખર્ચે તૈયાર કરાયું તેની ઝાંખી કરાવી દાતાઓની સરવાણી જનસમાજ સમક્ષ રજૂ કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો