NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર અડધીરાત્રે થયો ખાખી વર્ધીનો કડવો અનુભવ, વીડિયોએ ખોલી નાખી પોલીસની પોલ

આણંદના બોરસદના NRI પરિવારને અમદાવાદ એરપોર્ટ પર કડવો અનુભવ થયો છે. આ સાથે જ એકવાર ફરી ગુજરાત પોલીસની છબી ખરડાઇ છે. વિદેશથી આવતા NRIઓને એરપોર્ટ બહાર પોલીસ દ્વારા હેરાનગતિ કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં એક વાયરલ થયેલા વીડિયાએ પોલીસની પોલ ખોલી નાંખી હતી. આ વીડિયો પરથી સ્પષ્ટ દેખાય છે કે NRIઓને અમદાવાદ એરપોર્ટ પર હેરાન કરાય છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આણંદના બોરસદના NRI પરિવારને પોલીસનો કડવો અનુભવ થયો હતો. કસ્ટમ ક્લિયર હોવા છતાં રસ્તા વચ્ચે માલસામાન ખોલાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. જેના કારણે પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. પોલીસની હેરાનગતિને લઈને આણંદ સાંસદને રજુઆત કરવામાં આવી હતી. આ ઘટના અમદાવાદ એરપોર્ટ બહાર જ બની હતી. આ ઘટના દરમિયાન NRI પરિવાર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. પોલીસે NRI પરિવારનો માલસામાન ખોલાવ્યો હતો. બીજી બાજુ NRI પરિવારે પોલીસે યુનિફોર્મ ન પહેરાવાને લઇને આક્ષેપો કર્યા હતા.

આ ઘટનાની વિગતવાર ચર્ચા કરીએ તો, ન્યૂજર્સીથી બોરસદના એન.આર.આઇ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતાં અને તેઓ કારમાં બેસીને બોરસદ આવવા નીકળ્યાં હતાં. એરપોર્ટની બહાર જ 1 કિ.મીના અંતરે અમદાવાદની પોલીસે તેઓની કાર અટકાવી હતી. ગુજરાતમાં દારૂબંધી છે. તેથી તમે કોઇ કેફી પદાર્થ લાવ્યા છો કે નહી. તેની ચકાસણી કરવી પડશે. તેમ કહીને એન.આર.આઇ સાથે જીભાજોડી કરીને તમામ માલ સામાન ચેક કર્યો હતો. આમ ગુજરાત પોલીસ દરેક વ્યક્તિને શંકાની નજરે જોઇને આતંકવાદીની જેમ ચેક કરે છે. તેની સામે એન.આર.આઇને રોષ નોંધાવ્યો હતો.

ગુજરાતના પોલીસ વિભાગનો ડંકો આખા દેશમાં ડંકો વાગે છે, ત્યારે NRI પરિવારો સાથે આવું વર્તન કેટલું વ્યાજબી ગણાય? શું ગુજરાત પોલીસ NRI પરિવારો પાસે રૂપિયા પડાવવા માટે અડધીરાત્રે રસ્તા પર બેગો ખોલાવે છે ? વિદેશથી પાછા ફરતી વખતે બેગો તપાસવાનું કામ કસ્ટમ વિભાગનું છે તો ગુજરાત પોલીસ તેમના કામ ઉપર જઇને રસ્તા વચ્ચે શું કરી રહી છે. નોંધનીય છે કે આ પહેલા પણ કેટલાક પોલીસો દ્વારા આ રીતે પ્રવાસીઓને ચકાસીને જો બેગ વગેરેમાંથી દારૂ નીકળે તો પૈસા પડાવવાની પ્રવૃતિઓ થઇ રહી હોવાની ફરીયાદો ઉઠી છે. અને ઘણા ખરા કિસ્સામાં તો પૈસા પડાવ્યા પછી પણ કેસ દાખલ કરીને કામગીરી કરી હોવાનું બતાવવામાં આવી રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો